Home » photogallery » rajkot » ગોંડલના પૂર્વ MLAએ કોરોનાને હરાવ્યા બાદ શરુ કરી અનોખી સેવા, આર્થિક નબળા કોરોના દર્દીઓને આપે છે આર્થિક સહાય

ગોંડલના પૂર્વ MLAએ કોરોનાને હરાવ્યા બાદ શરુ કરી અનોખી સેવા, આર્થિક નબળા કોરોના દર્દીઓને આપે છે આર્થિક સહાય

હોસ્પિટલમાં સારવાર લીધી હશે તે વ્યક્તિ હોસ્પિટલનું બિલ બતાવશે તો તેને મેડિકલ સહાયની જરૂર હશે તો તેમને સહાય આપવા અમે હંમેશા તત્પર રહીશું.

  • 15

    ગોંડલના પૂર્વ MLAએ કોરોનાને હરાવ્યા બાદ શરુ કરી અનોખી સેવા, આર્થિક નબળા કોરોના દર્દીઓને આપે છે આર્થિક સહાય

    હરિન માત્રાવાડિયા, રાજકોટઃ ગોંડલ તાલુકાના રિબડા ગામે રહેતા માજી ધારાસભ્ય (former MLA) માહિપતસિંહ જાડેજા છેલ્લા ઘણા દિવસથી કોરોના (coronavirus) સામે જંગ લડી રહ્યા હતા. મહિપતસિંહની તબિયત નાદુરસ્ત થતા તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો અને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 25

    ગોંડલના પૂર્વ MLAએ કોરોનાને હરાવ્યા બાદ શરુ કરી અનોખી સેવા, આર્થિક નબળા કોરોના દર્દીઓને આપે છે આર્થિક સહાય

    કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ પોતાના ઘરે હોમ ક્વોરોન્ટાઇન થયા હતા. મહિપતસિંહ પોતાના નિવાસ સ્થાને જ ICU જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા બહોળો મિત્ર વર્ગ ધરાવતા હોવાથી સૌ કોઈમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

    MORE
    GALLERIES

  • 35

    ગોંડલના પૂર્વ MLAએ કોરોનાને હરાવ્યા બાદ શરુ કરી અનોખી સેવા, આર્થિક નબળા કોરોના દર્દીઓને આપે છે આર્થિક સહાય

    ત્યારે આજરોજ 15 દિવસ બાદ મહિપતસિંહે કોરોનાને મ્હાત આપી હતી અને સંપૂર્ણ સ્વસ્થ થયા હતા. મહિપતસિંહે જણાવ્યું હતું કે કોરોના એક ભયંકર રોગ છે, પરંતુ માણસ જો પોતાની આત્મ શક્તિ થી પ્રબળ સામનો કરે તો સામાન્ય રોગ છે. તેમણે લોકોને અપીલ પણ કરી હતી કે કોરોનાથી ડરવાની જરૂર નથી.

    MORE
    GALLERIES

  • 45

    ગોંડલના પૂર્વ MLAએ કોરોનાને હરાવ્યા બાદ શરુ કરી અનોખી સેવા, આર્થિક નબળા કોરોના દર્દીઓને આપે છે આર્થિક સહાય

    લોકો સંપૂર્ણ આત્મબળથી સામનો કરો એટલે કોરોના મુક્ત થઈ જશો તેમજ ભારત સરકાર દ્વારા જે કોરોના વેકસીન બહાર પાડવામાં આવી છે. તે વધુમાં વધુ લોકો લે તેવી અપીલ કરવામાં આવી છે. વધુમાં માજી ધારાસભ્ય મહિપતસિંહ એ જણાવ્યું હતું કે કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિ આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા વ્યક્તિને જો કોરોના થયો હશે અને હોસ્પિટલમાં સારવાર લીધી હશે તે વ્યક્તિ હોસ્પિટલનું બિલ બતાવશે તો તેને મેડિકલ સહાયની જરૂર હશે તો તેમને સહાય આપવા અમે હંમેશા તત્પર રહીશું.

    MORE
    GALLERIES

  • 55

    ગોંડલના પૂર્વ MLAએ કોરોનાને હરાવ્યા બાદ શરુ કરી અનોખી સેવા, આર્થિક નબળા કોરોના દર્દીઓને આપે છે આર્થિક સહાય

    બીજી તરફ મહિપતસિંહે જણાવ્યું હતું કે તેમને કોરોના થયો હતો અને તેમની ઉંમર પણ વધુ થઈ છે જેથી તેવોએ તેમની પાસે જે કાંઈ પણ મરણ મૂડી હતી તે તેમના પરિવાર ના સભ્યો તેમજ બહેનો દીકરીઓ ને કન્યાદાન રૂપે આપવામાં આવ્યું હતું.

    MORE
    GALLERIES