મુનાફ બકાલી, જેતપુર : રાજકોટ જિલ્લાના ((Rajkot) જામકંડોરણા તાલુકાના (Jamkandorana) રાયડી ગામના (Rayadi) ઘણા ખેડૂતો હોશેહોશે સારા પાકની ઉપજ થાય અને આ પાક ના સારા ભાવો મળે તે માટે પોતાના ખેતરમા ડુંગળીનું (Onion Crop) વાવેતર કરેલ હતુ. મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાઓ છંટકાવ કરેલ ડુંગળીનું વાવેતર કર્યુ હતું પણ હાલ કુદરત ને મંજુર નહી હોય અને ખેડૂતો આશાઓ પર કુદરતી આફતોએ પાણી ફરી વળ્યુ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કમોસમી વરસાદ વાવાઝોડા ધુમ્મસ ને કારણે ખેડૂતો ઉપર પડતા પર પાટુ લાગ્યું છે. ખેડૂતોને પાણીના પાઉચ કરતા સસ્તા ભાવે ડુંગળી વેચવાનો (Onion Price) વારો આવતા રાયડીના ખેડૂતોએ 15 વિઘાના પાકને ઘેટાને ચારામાં નાખી દીધો છે.
ખેડૂતોએ ડુંગળીની સમયે સમયે પાક વધુ ન બગડે તે માટે માવજત પણ કરી પણ હાલ ડુંગળીના ભાવ ગડગડવા લાગ્યા અને ડુંગળીનો ભાવ તળીએ બેસી ગયા. અન ડુંગળીનું વાવેતર કરેલ રાયડી ગામના ઘણા ખેડૂતો મૂંઝવણમા મૂકાઈ ગયા છે. ડુંગળીનું વાવેતર કરવામા મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાઓ અને અનેક બીજા ખર્ચાઓ કરતા વિઘે 15000થી 18000 રૂપિયાનો ખર્ચ થયો હોય પણ હાલ ડુંગળી નો પોષણક્ષણ ભાવ ન મળતા ખેડૂતોએ અંતે ઘેટા ચરાવી દીધા છે.
આ અંગે ગામના ખેડૂત વિનુભાઈ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું કે અમારે 15 વિઘામાં ડુંગળીનું વાવેતર કર્યુ છે. આમ જોવા જાઓ તો આ ભાવ મુજબ અમને 4-5 લાખ રૂપિયાની નુકસાની છે. સરકાર મજૂરીના અને બિયારણના ભાવનો ખર્ચો નીકળે એવો ટેકો આપતી તો પણ અમારે ચિંતા ઓછી થતી પરંતુ આ ભાવમાં તો હવે ઝેર પીવાના જ વારા આવ્યા છે.