અંકિત પોપટ, રાજકોટ : શહેરમાં ગુરૂવારના રોજ સંબંધોનું ખૂન થયું છે. કૌટુંબિક બહેન બનેવીએ કૌટુંબિક સાડાની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને સકંજામાં લીધા હોવાનું પણ સામે આવ્યું છે. ગુરૂવારના રોજ રાજકોટ શહેરમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં મૃતક ભાવેશના સગા ભાઈ રવિએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી મારો ભાઈ ભાવેશ તેમના કૌટુંબિક બહેન ટપુ બેન તેમજ બનેવી મહેશ સાથે રહેતો હતો. મારો ભાઈ છેલ્લા ઘણા સમયથી બેરોજગાર હતો. ત્યારે બપોરના બે વાગ્યા આસપાસ મારો ભાઈ ઘરે ગયો હતો. જ્યાં સાળા-બનેવી વચ્ચે કોઈ વાતને લઇ બોલાચાલી થઈ હતી. જેના પગલે ભાવેશને ઘરમાં પુરીને મહેશ એ માર્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક ભાવેશ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં તેના માતા-પિતા નું પાંચમા નંબરનું સંતાન હતો. પિતા કાળુભાઈ મજૂરી કામ કરે છે જ્યારે કે માતા હંસાબેન ઘરકામ કરે છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ ન્યુઝ એટ ઈન ગુજરાતી સાથેની વાતચીતમાં હત્યાના આરોપીઓને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા હોવાનું જણાવ્યું છે.
તો સાથે જ આરોપીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. તેમજ આરોપીઓના covid ના ટેસ્ટ કરાવ્યા બાદ રીઝલ્ટ નેગેટીવ આવતા તેમની ધરપકડ પણ કરવામાં આવશે. ત્યારે શુક્રવારના રોજ ડીસીપી કક્ષાના અધિકારી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી શા માટે આરોપીઓ દ્વારા ભાવેશ ની હત્યા કરવામાં આવી હતી. ભાવેશ ની હત્યા કર્યા બાદ રીક્ષા માં કઈ કઈ જગ્યાએ લાશને ફેરવવામાં આવી હતી. હત્યા કર્યાનો ભાંડો કઈ રીતે બહેન બનેવીનો ફૂટયો હતો. તે તમામ બાબતો પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવશે.