અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટ શહેરના (rajkot news) કાલાવડ રોડ બ્રિજમાં (Kalavad Road Bridge) પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે. તો સાથોસાથ જે પ્રમાણે અંડરબ્રિજની બનાવટ છે તેના કારણે વારંવાર બાઈક સ્લીપ (Bike Sleep)થવાની ઘટના સર્જાતી હોવાનું સામે સમયાંતરે આવતું રહેતું હોય છે. ત્યારે વધુ એક વખત રાજકોટ શહેરના (rajkot city) કાલાવડ રોડ પાસે (kalavad road) આવેલ અંડરબ્રિજમાં યુવાનનું બાઈક સ્લીપ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં (hospital) ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારની રાત્રે રાજકોટ શહેરના કાલાવડ રોડ અંડર બ્રિજ માં રાત્રે પાણી ભરાયું હતું. આ સમય દરમિયાન એક ઈજનેર યુવાન તેના મિત્ર સાથે બાઈક પર જતો હતો. ત્યારે પાણીના લીધે બાઈક અચાનક સ્લીપ થતાં યુવાન અને તેનો મિત્ર રસ્તા પર ફંગોળાયા હતા. જેના કારણે બંને ને ઈજા પણ પહોંચી હતી ત્યારે સારવાર અર્થે બન્નેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જે દરમિયાન નાના મૈવા રોડ પર આવેલ રાજનગર શેરી નંબર ત્રણ માં રહેતા દેવેન્દ્રસિંહ ભૂપતસિંહ ડાભીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં દેવેન્દ્રસિંહ ડાભી બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેમજ તે પોતે આર કે ઈન્ડસ્ટ્રીમાં નોકરી કરતા હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ તેણે મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.