અંકિત પોપટ, રાજકોટ : રાજકોટ શહેરમાં (Rajkot Suicide) વધુ એક આપઘાત નો કિસ્સો સામે આવ્યો છે. દિન પ્રતિદિન રાજકોટ શહેરમાં આપઘાતના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં 17વર્ષીય (Teena Ager) સગીરાને તેના પિતાએ રાત્રે ઘરની બહાર બેસવાની ના પાડતા સગીરાએ અગ્નિસ્નાન (Daughter ablaze Her Self in Rajkot) કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે વ્હાલ સોયી દીકરીએ આત્મઘાતી પગલાંથી ચૌહાણ પરિવારમા શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા આશાપુરા પાર્કમાં 17 વર્ષીય સગીરાએ અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. રીક્ષા ચલાવી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવનારા સંજય ભાઈ નારણભાઈ ચૌહાણની 17 વર્ષીય દીકરી તુલસીએ પોતાના રૂમમાં અગ્નિસ્નાન કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. ચૌહાણ દંપતીને પુત્રીના રૂમમાંથી ધુમાડા નીકળતા દેખાયા હતા.
દંપતી દ્વારા ડોલ વડે પાણી નાખી આગ બુઝાવવા નો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. તેમજ તાત્કાલિક અસરથી 108ને જાણ કરવામાં આવતા 108 ની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. 108ની ટીમ દ્વારા તુલસીને તપાસીને મૃત જાહેર કરવામાં આવી હતી. સંજયભાઈ ચૌહાણની એકની એક દીકરી એ આ પ્રકારે આત્મઘાતી પગલું ભરી લેતા ચૌહાણ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.