લોકસભા ચૂંટણીની સેમી ફાઇનલ ગણાતી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ સાંજ સીધુમાં સ્પષ્ટ થઇ જશે. સવારથી મત ગણતરી થઇ રહી છે જેમાં કોંગ્રેસની બહુમતી રાજસ્થાન અને છત્તીસગઢમાં સ્પષ્ટ થઇ ગઇ છે અને મધ્ય પ્રદેશમાં પણ ભાજપ કોંગ્રેસ લગોલગ ચાલી રહ્યાં છે. ત્યારે આખા દેશમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓ ઉત્સાહમાં આવી ગયા છે.