રાજકોટઃ વિજયા દશમીના દિવસે કોંગ્રેસે રાજકોટમાં કુવરજીભાઈ બાવળિયાના ઘર નજીક વિરોધ પ્રદર્શન કરતા મોદીના માથાવાળા મોંઘવારીના રાવણનું દહન કર્યું હતું. બીજી તરફ સીએમ વિજય રૂપાણીના ઘર નજીક મુખ્યમંત્રી શ્રમ યોજનાના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મામલે ગાંધીગ્રામ પોલીસે 20 દેખાવકારોની અટકાયત કરી છે.
બીજી તરફ દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અંગે કોંગ્રેસ તરફથી શહેરમાં દેખાવો કરવામાં આવ્યા હતા. રાજકોટના જલારામ ચોક પાસે કોંગ્રેસના કાર્યકરોએ મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈને મોદીના પૂતળાનું દહન કર્યું હતું. કોંગ્રેસ દ્વારા દહન કરાયું તે પૂતળા પર "હું છું આ દેશની મોંઘવારી વધારનાર મહીશાસુર" લખેલું હતું.