રાજકોટઃ રાજકોટ શહેરમાં (Rajkot News) દિનપ્રતિદિન આપઘાતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી (Rajkot City Police Commissioner's Office) ખાતે એક વૃદ્ધને આપઘાતનો (Old man suicide attempt) પ્રયાસ કરવાની ફરજ પડી હતી. વૃદ્ધ બાવકુભાઈ જાડેજાએ કેરોસીન છાંટીને પોતાની જાત ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાવકુભાઈ કેરોસીન છાંટતા જ તાત્કાલિક અસરથી ફરજ પર હાજર રહેલા અધિકારીઓએ તેમને આપઘાતનો પ્રયાસ કરતા અટકાવ્યા હતા. તેમજ તાત્કાલિક અસરથી પ્રદ્યુમન નગર પોલીસ ને જાણ કરતા પ્રદ્યુમન નગર પોલીસનો સ્ટાફ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે દોડી આવ્યો હતો.
હાલ પણ રવિ જાડેજા સહિતના માથાભારે શખ્સોએ અમારું જીવતર ધૂળ બરાબર કરી નાખ્યું હોય તે પ્રમાણે એમને શાંતિથી ખાવા પણ નથી દેતાં. જેના કારણે મારે શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે આવીને આપઘાતનો પ્રયાસ કરવાની ફરજ પડી છે. ત્યારે ખરા અર્થમાં વૃદ્ધના આક્ષેપો મા કેટલું તથ્ય છે તે તો આગળની પોલીસ તપાસમાં જ સામે આવશે.