અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટ જિલ્લામાં ગુરૂવારના રોજ અપહરણની (Kidnapping) ઘટના સામે આવી હતી. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે ચાર વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. માતાના હાથમાં રહેલ બાળક ઝુંટવીને અપહરણ કરતા બાળકને લઈ મોટર સાયકલમાં નાસી ગયો હતો. સમગ્ર મામલાની જાણ રાજકોટ ગ્રામ્ય પોલીસને થતાં સ્થાનિક પોલીસ (Rajkot rural police) તેમજ ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી સહિતના સ્ટાફ દ્વારા નાકાબંધી કરી દેવામાં આવી હતી. અપહરણની ઘટના માત્ર દોઢ જ કલાકમાં રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાંચ (Rajkot local crime branch) દ્વારા અપહરણ કરતાં પાસે રહેલ બાળકને મુક્ત કરાવવામાં આવ્યો હતો. તેમજ બાળકનું તેની માતા સાથે મિલન પણ કરાવવામાં આવ્યું હતું.
ત્યારે ગુરૂવારના રોજ બાળક જ્યારે પોતાના માતા પાસે હતું. તે સમયે આરોપી ત્યાં આવ્યો હતો. માતા પાસે રહેલ બાળકને ઝૂંટવીને બાઈક પર ત્યાંથી નાસી ગયો હતો. સમગ્ર મામલાની જાણ ગ્રામ્ય પોલીસને થતાં તાત્કાલિક અસરથી ગ્રામ્ય પોલીસે નાકાબંધી કરી હતી. ગણતરીની કલાકમાં અપહરણ કરતાં પાસેથી બાળકને છોડાવી તેની માતાને સોંપવામાં આવ્યો હતો.