અંકિત પોપટ, રાજકોટ: રાજકોટ શહેરનાં રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલપંપ પર ગત રાત્રે એક યુવકે શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને પોતાની જાતને દિવાસળી ચાંપવાનો પ્રયાસ કર્યો હતો પણ પેટ્રોલ પંપર હાજર લોકોની સતર્કતાને કારણે યુવાનનો જીવ બચી ગયો હતો. અને મોટી દુર્ઘટના ટળતા રહી હતી. યુવાને આક્ષેપ કર્યો હતો કે થોડા દિવસ પહેલાં પેટ્રોલપંપના સંચાલકે માર માર્યો હતો. હાલ પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર દૃશ્યો પેટ્રોલપંપના CCTVમાં કેદ થયા છે.

આ યુવાને ઊભા થઈને મયૂરને રોક્યો હતો. બાદમાં પેટ્રોલપંપમાં કામ કરતા સ્ટાફ તેમજ અન્ય લોકોની સમય સૂચકતા અને સતર્કતાને કારણે યુવકનો જીવ બચી ગયો હતો. જોકે મયૂરના આત્મવિલોપનને રોકતાં જ પેટ્રોલપંપ પર એક મોટી દુર્ઘટના થતાં અટકી ગઇ હતી. બાદમાં પોલીસને જાણ કરતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી યુવાનની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આત્મવિલોપન કરવા પહોંચેલા યુવાન મયૂર સોંદરવાએ જણાવ્યું હતું કે આજથી 15 દિવસ પૂર્વે તે પેટ્રોલપંપ ખાતે પેટ્રોલ પુરાવ્યા બાદ શૌચક્રિયા માટે ગયો હતો. તેને પોતાને પથરીની બીમારી હોવાથી થોડી વાર લાગી હતી, આથી પેટ્રોલપંપ સંચાલક દ્વારા તેને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ માટે પોલીસ સ્ટેશન ખાતે અરજી આપવા છતાં કોઈ કાર્યવાહી ન કરી, ફરિયાદ કરવાને બદલે પોલીસ મને સમાધાન કરવા કહી રહી છે. ન્યાય ન મળતાં આત્મવિલોપન કરવા નિર્ણય કર્યો હતો.
બીજી તરફ, પેટ્રોલપંપના સંચાલક કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે તેને માર માર્યો નથી, તે ગાળો બોલતાં ઝપાઝપી થઈ હતી. આ સમયે પણ પોલીસ બોલાવવામાં આવી હતી. જોકે એ સમયે હોસ્પિટલનું બહાનું બનાવી યુવાન ત્યાંથી ચાલ્યો ગયો હતો. ઉલ્લેખનીય છે કે ઝપાઝપી થઈ એ દિવસે યુવકે પોતાની ઓળખ કેશુભાઇ પટેલના ભત્રીજાનો દીકરો હોવાનું જણાવ્યું હતું.