અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટ શહેરમાં (Rajkot crime) એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન (Bhaktinagar police station) વિસ્તારની અંદર આવેલા રાધાકૃષ્ણ સોસાયટીમાં બહેનના પ્રેમી (sister boyfriend) પર બહેનના ભાઈએ હિચકારો હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટના હત્યાના (murder) પ્રયાસમાંથી હત્યામાં પરિણમી છે. સારવાર માટે અમદાવાદ (Ahmedabad) ખસેડવામાં આવી રહેલા યુવાનનો રસ્તામાં જ મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે. ત્યારે સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા આઈપીસીની કલમ 302 હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવામાં આવ્યો છે.