Mustufa Lakdawala,Rajkot : IPL 2023 31 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થવા જઈ રહ્યું છે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને 4 વખતની IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. ત્યારે ગુજરાત ટાઈટન્સની ટીમ પીચ પર મુલાબલો કરવા માટે તૈયાર છે.. એ પણ નવા લૂક સાથે.
પણ શું તમે જાણો છો કે આ તમામ ક્રિકેટરોની હેર સ્ટાઈલ કરનાર હિરેન કોણ છે ? નહીં જાણતા હોવ,પણ તમને જણાવી દયે કે આ તમામ ક્રિકટરોની હેરસ્ટાઈલ બનાવના બીજુ કોઈ નહીં પણ મૂળ ગોંડલના અને રાજકોટમાં યાજ્ઞીક રોડ પર સલુમ ચલાવતા હિરેનભાઈ બગથરિયાની કેચીનો કમાલ છે.કારણ કે હિરેનભાઈની કેચીએ તમામ ક્રિકેટરોને નવો લૂક આપ્યો હતો.