આ આયોજન દર મહિનાના પહેલા રવિવારે કરવામાં આવે છે. જેનો સમય સવારે 10 થી 1 રાખવામાં આવે છે. આ આયોજન 'કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ', નૂતન નગર કોમ્યુનિટી હોલ પાસે કાલાવડ રોડ રાજકોટ ખાતે હોય છે. આ સિવાય સમયાંતરે શહેરની જાહેર જગ્યાઓ જેમ કે બાલાજી મંદિર, આશાપુરા મંદિર જેવા સ્થળોએ પણ વાંચન જાગૃતિના ભાગ રૂપે આયોજન કરવામાં આવે છે.
શહેરના ઇચ્છુક વાંચકો આ પુસ્તક પરબની રૂબરૂ મુલાકાત લઇ શકે છે. ત્યારબાદ તેઓ પોતાનું મનગમતું કોઈ પણ પુસ્તક વાંચવા માટે લઇ જઈ શકે છે. મુલાકાત કે પુસ્તક વાંચવા માટે લઇ જવા કોઈ પણ નાણાંકીય ચાર્જ ચૂકવવાનો રહેશે નહિ. તેમજ કોઈ પણ પ્રકારનું પ્રી-રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર રહેશે નહિ. આ સેવાકીય પ્રવૃત્તિ નગરજનો માટે સંપૂર્ણ નિઃશૂલ્ક છે.