મુનાફ બકાલી, જેતપુર સૌરાષ્ટ્રમાં (Saurashtra Rains) મોટી સિંચાઈ યોજનાઓ પૈકીનો બીજા નંબરનો મોટો ડેમ ભાદર-1 (Bhadar-1 Dam Water Level) ભાદરવામાં ઓવરફ્લો થવાની અણીએ છે. હાલમાં ભાદર-1 98 ટકા ભરાઈ જતા ભાદરવામાં ભાદરના પાણી હિલોળે ચઢ્યા છે. ડેમ ઓવરફ્લો થવાની અણીએ છે ત્યારે કુલ 22 ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં વરસાદની ધમાકેદાર ઇનિંગ વચ્ચે લગભગ અનેક જળાશયો ભરાઈ રહ્યા છે ત્યારે ભાદર ઓવરફ્લો થવાથી અનેક ગામોમાં સિંચાઈની સમસ્યા દૂર થશે.