અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટના જસદણમાં ચાર દિવસ પૂર્વે વ્યાજખોરોના ત્રાસના (Torture of usurers) કારણે પિતા-પુત્રને વખ ઘોળવાનો વારો આવ્યો હતો. સમગ્ર મામલે પિતા-પુત્રને આપઘાત (father son suicide) કરવા માટે મજબૂર કરનાર ન વ્યાજખોરો વિરુદ્ધ જસદણ પોલીસે (Jasdan police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જે અંતર્ગત નવ પૈકી પોલીસે ત્રણ વ્યાજખોરોની ધરપકડ (usurers arrested) કરી છે. બીજી તરફ મૃતકના પરિવારજનો દ્વારા તમામ આરોપીઓ વહેલામાં વહેલી તકે પકડાય તેમ જ તમામને કડકમાં કડક સજા થાય તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લાના જસદણ ગામે વ્યાજખોરોના ત્રાસના કારણે પિતા-પુત્રને એકસાથે વખ ઘોળવાનો વારો આવ્યો હતો. આપઘાત કરતા પૂર્વે રમેશભાઈ દેસાભાઇ બડમલિયાએ પોતાના ભત્રીજા નિરવ બડમલિયાને ફોન કરીને છેલ્લા રામ રામ કહ્યા હતા. સમગ્ર બનાવની જાણ થતા પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટનાસ્થળે દોડી ગયેલા પરિવારજનોએ પિતા પુત્રનો આપઘાતનો પ્રયાસ કરેલી હાલતમાં જોયા હતા.
તાત્કાલિક અસરથી પરિવારજનો દ્વારા 108 મારફતે જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે પિતા-પુત્રને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન પિતા રમેશભાઈ દમ તોડયો હતો જ્યારે કે વધુ સારવાર અર્થે પુત્ર સતીષને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજતા બડમલિયા પરિવારે એક સાથે ઘરના બે જેટલા સભ્યો ખોવાનો વારો આવ્યો હતો.