Mustufa Lakdawala,Rajkot : સોનાના ભાવમાં છેલ્લા ઘણા સમયથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.થોડા સમયથી સોના અને ચાંદીના ભાવમાં ક્યારે ઘટાડો તો ક્યારેક વધારો જોવા મળી રહ્યો છે. જોવા મળી રહ્યો હતો.પણ છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં ધરખમ ઉછાળો આવ્યો છે.છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં 5000 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.
આજે સોનાનુ માર્કેટ ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.અત્યારે સોનાનો ભાવ 59,620 રૂપિયા પર પહોંચી ગયો છે.વાત કરવામાં આવે ચાંદીની તો ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. સોના-ચાંદીનું માર્કેટ ખુલતા જ ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યા હતો. જેથી અત્યારે ચાંદીનો ભાવ 68,450 રૂપિયા પર પહોંચી ગયો છે.આમ સોના અને ચાંદીનું માર્કેટ અત્યારે નરમ-ગરમ જોવા મળી રહ્યું છે.