મુનાફ બકાલી, જેતપુર : ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામની હોય તેવી ઘટનાઓ અવારનવાર ઘટે છે (Gujarat Liquor Ban) રાજ્યમાં ભાગ્યે જ કોઈ એવો દિવસ હશે જ્યારે દારૂ પકડાયાની ઘટના ન ઘટી હોય. પોલીસની બીક વગર લોકો દારૂની હેરફેર કરે છે અને તેના અનેક ઉદાહરણો સામે આવે છે.જોકે, આજે રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર એક અકસ્માત (Accident on Rajkot-Porbandar Highway) થતા ફરીથી દારૂબંધીના ધજાગરા ઉડી ગયા છે. અકસ્માતમાં એક કારનો કચ્ચરઘાણ વળી ગયો. જોકે, આ કારની તપાસ કરવામાં આવતા અંદર ચીક્કાર (Liquor Loaded Car Accident on Rajkot-Porbandar Highway) દારૂ ભરેલો હતો. લોકોએ કારમાંથી દારૂની લૂંટ મચાવતા વરવા દૃશ્યો સામે આવ્યા હતા.
બનાવની વિગતો એવી છે કે રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર જેતપુરના ગુંદાળા ગામ પાસે (Liquor Loaded Car Accident neear Jetpur Gundala Highway) આજે બપોરે એક કારનો અકસ્માત થયો હતો. અકસ્માત થતા GJ 03DG7119 કારનો ચાલક કાર મૂકીને ભાગી ગયો હતો. જોકે, લોકો અન્ય કોઈ ઇજાગ્રસ્ત છે કે નહીં એવું ચકાસવા જતા કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.