ત્યારે સમાજમાં કાયદો વ્યવસ્થા ઝળવાઈ રહે તેનું ધ્યાન રાખવાની જવાબદારી પોલીસના શિરે છે. દારૂ જુગાર ના હાટડા બંધ કરવાની જવાબદારી પોલીસ ની છે. ત્યારે રાજકોટમાં ઉલ્ટી ગંગા સમાન ઘટના સામે આવી છે. દારૂ ની હેરા ફેરી કરતા ASI કક્ષાના અધિકારી સહિત ત્રણ આરોપીઓને રાજકોટ શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે.
ત્યારે સમગ્ર મામલે ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર રોહિત રાવલે જણાવ્યું હતું કે, અમારી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ પાર્સિંગ ની બે કાર કે જેના ડેશ બોર્ડ પર પોલીસ લખેલું બોર્ડ લગાવેલું છે. તે કારમાં વિદેશી દારૂ નો જથ્થો રાખવામાં આવેલ છે. તે બને કાર દારૂ ની હેરા ફેરી માટે વાપરવામાં આવી રહી છે. તો સાથે જ પોલીસ ના વેશમાં બૂટલેગરો દારૂ ની હેરા ફેરી કરી રહ્યા હોય તે પ્રકાર ની બાતમી મળતા અમારી ટીમ વોચમાં હતી. ત્યારે રાજકોટના મધ્યમાં આવતા વિધાનગર મેઈન રોડ પરથી swift કાર તેમજ સિયાઝ કારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળવાપાત્ર થયો છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ના સ્ટાફ દ્વારા જે આરોપીઓ ને પકડી પાડવામાં આવ્યા છે. તે તમામ એક બીજાના મિત્રો હોવાનું ખુલ્યું છે. તો સાથે જ આરોપી વિરેન્દ્રસિંહ અમદાવાદ ના આઇ. ડિવિઝન ખાતે ASI તરીકે ફરજ બજાવતો હોવાનો ખૂલ્યું છે. જે બાબતે અમારા દ્વારા આઇ ડિવિઝન ના પીઆઈ ને આરોપીના ઘરની ઝડતી લેવા પણ જણાવવામાં આવેલ છે.
તો સાથેજ તમામ આરોપીઓ ના રિમાન્ડ ની માંગણી અર્થે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમજ રિમાન્ડ દરમિયાન આરોપીઓ કોને ડિલિવરી આપવા આવ્યા હતા. ભૂતકાળમાં કોને કોને ડિલિવરી આપી ચૂક્યા છે. છેલ્લા કેટલા સમય થી asi આ પ્રકાર ની દારૂ માટે ની હેરા ફેરી કરતો હતો તે તમામ બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે. તો સાથેજ તેની કોલ details પણ કઢાવવામાં આવશે. હાલ પોલીસે આરોપીઓ પાસે થી બ્રાન્ડેડ કંપની ની જુદી જુદી 72 બોટલ દારૂ તેમજ બે કાર સહિત 9.53 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો છે.