Home » photogallery » rajkot » રાજકોટ : સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ હોટલ-પાનની દુકાનો સીલ, ભીડ થઈ તો ખેર નથી

રાજકોટ : સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ હોટલ-પાનની દુકાનો સીલ, ભીડ થઈ તો ખેર નથી

રાજકોટ મનપાએ સપાટો બોલાવ્યો, કોરોનાના કેસ વધતા મપાએ સોશિયલ ડિસ્ટન્સિંગનું ભૂત ઘુણાવ્યું, ચેતી જજો રાજકોટવાસીઓ!

  • 15

    રાજકોટ : સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ હોટલ-પાનની દુકાનો સીલ, ભીડ થઈ તો ખેર નથી

    હરિન માત્રાવાડિયા, રાજકોટ : સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાયની છૂટ આપવામાં આવેલ છે ત્યારે લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. આમ છતાં શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો વધુ સતર્ક બને, સમજદારીથી પોતાની નાગરિક ફરજ બજાવે તેવા ઉમદા આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

    MORE
    GALLERIES

  • 25

    રાજકોટ : સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ હોટલ-પાનની દુકાનો સીલ, ભીડ થઈ તો ખેર નથી

    આજે શુક્રવારે મહાનગરપાલિકાએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયાનું જોવા મળતા કુલ ચાર હોટલ અને બે પાન શોપ આગામી 7 દિવસ માટે સીલ કરેલ છે. માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો પોતાના અને અન્ય લોકોના સ્વાસ્થ્ય માટે પણ ખતરો ઉભો કરે છે એ બાબતને નજર સમક્ષ રાખી આવા સામે પણ રૂ. 1000/-નો દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 35

    રાજકોટ : સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ હોટલ-પાનની દુકાનો સીલ, ભીડ થઈ તો ખેર નથી

    દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા શહેરીજનોને એવી અપીલ કરે છે કે, લોકો ફરજીયાત માસ્ક પહેરે એ જરૂરી છે. કેટલાક લોકોએ માસ્ક પહેર્યું હોય છે પરંતુ તેમના નાક અને મ્હો ઉઘાડા હોય છે. આવા નાગરિકો સામે પણ દંડની વસૂલાત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 45

    રાજકોટ : સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ હોટલ-પાનની દુકાનો સીલ, ભીડ થઈ તો ખેર નથી

    લોકો માસ્ક એવી રીતે પહેરે જેથી મ્હો અને નાક બરોબર ઢંકાયેલ રહે. દરમ્યાન આજે તા.20-11-2020ના રોજ સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ જે દુકાનો સીલ કરવામાં આવેલ છે તેમાં દેવજીવન ટી સ્ટોલ, રામાપીર ચોકડી, હરસિદ્ધિ ડીલક્સ પાન, રામાપીર ચોકડી, જય સીયારામ ટી સ્ટોલ, રાજનગર ચોક, રવેચી ટી સ્ટોલ, આનંદ બંગલા ચોક પાસે, જય મોમાઈ પાન, લીમડા ચોક, અને મોમાઈ ટી સ્ટોલ અને નાસ્તા ગૃહ, લીમડા ચોકનો સમાવેશ થાય છે.

    MORE
    GALLERIES

  • 55

    રાજકોટ : સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ હોટલ-પાનની દુકાનો સીલ, ભીડ થઈ તો ખેર નથી

    શહેરમાં કોરોના વધુ ના વકરે એ માટે આ નિયમોના પાલન માટે તંત્ર વધુ સતર્ક રહી નિયમોનો ભંગ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરશે. શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

    MORE
    GALLERIES