અંકિત પોપટ, રાજકોટઃ કોરોના વાયરસના (coronavirus) સમયમાં જ્યારે કોરોના વેક્સીન (corona vaccination) અપાઈ રહી છે અને કોરોનાનું જોર ધીમું પડી રહ્યું છે. આવી સ્થિતિમાં રાજકોટની અંદર મહિલાઓને રેસ્ક્યૂ (woman rescue) કરવાના અનેક ઘટનાઓ બની હતી. તાજેતરમાં સીએ કરતી યુવતીને રેસ્ક્યૂ કરાવી હતી. જોકે, તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આવો જ એક અન્ય કિસ્સો રાજકોટમાં (rajkot letest news) સામે આવ્યો છે. અહીં પોતાના ઘરમાં બે વર્ષથી પુરાઈ રહેલી 200 કિલોથી વધારે વજની મહિલા અને તેના પુત્રને શ્રી શક્તિ એજન્યુકેશન ટ્રસ્ટ (Shri Shakti Education Trust) અને 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમ (181 Abhayam Women's Helpline) દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. 181ની મદદથી મહિલાને બિલ્ડિંગ થથા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
રાજકોટ શહેરમાં તાજેતરમાં જ એમબીએ કરેલા તેમજ ત્યારબાદ ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરી રહેલી યુવતીને તેના જ ઘરમાંથી સાથી સેવા સમાજ ગ્રુપ દ્વારા મુક્ત કરાવવામાં આવી હતી. જે સમયે સાથી સેવા સમાજ ગ્રુપ દ્વારા યુવતી ને મુક્ત કરાવવામાં આવી ત્યારે તેને છેલ્લા એક અઠવાડિયાથી અન્ન જળ માંથી કઈ જ લીધું નહોતું. જેના કારણે તે કોમામાં વહી ગઈ હતી. ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ પણ નીપજ્યું હતું. યુવતીના ઘરમાંથી urineની કોથળીઓ પણ મળી આવી હતી. જેના કારણે યુવતીના માતા-પિતા ઉપર ઘણા સવાલો ઊભા થયા હતા.