

મુંબઇ: દીપિકા રણવીર બાદ હવે મિસ ઇન્ડિયા અને હવે ઇન્ટરનેશનલ ક્વિન પ્રિયંકા ચોપરાનાં લગ્નની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. પ્રિયંકાનાં લગ્ન બીજી ડિસેમ્બરનાં રોજ રાજસ્થાનનાં જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં છે.


આ પેલેસની વાહવાહી અંગે તો સૌ કોઇ જાણે છે. પણ જ્યારે દીકરીનાં લગ્નની વાત હોય તો કોઇ જ માતા ચાન્સ લેવા માંગતી નથી. તેમજ પ્રિયંકા ચોપરાની માતા પણ એમ જ ઇચ્છે છે. એટલે જ તો ડો. મધુ ચોપરા લગ્નની તૈયારીઓમાં શું છે તે જોવા માટે પોતે પહોંચી ગયા છે. તે જોધપુરમાં ઇવેન્ટ ઓર્ગેનાઇઝર્સ સાથે મિટિંગ કર્યા બાદ મુંબઇ પરત આવ્યા હતાં


મધુ ચોપરાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, "જોઘપુર મારું ફેવરિટ શહેર છે, એટલે સંપૂર્ણ દુનિયા છોડી અહીં આવ્યા છીએ." મધુને પ્રિયંકા અને નિકના લગ્ન વિશે પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે,"લગ્ન જોઈ લેજો, અત્યારથી શું બતાવીએ. જ્યારે થઈ જાય ત્યારે વાત કરજો."


આપને જણાવી દઇએ કે ઉમેદ ભવન પેલેસ તેનાં રાજાશાહી અંદાજ અને સુંદરતા માટે જાણીતો છે. તે ભારતની શ્રેષ્ઠ સ્થળોમાંથી એક છે. આ ભવનનું એક રાતનું ભાડુ 43 લાખ રૂપિયા છે.


પેલેસમાં ગ્રાન્ડ એન્ટ્રીની સાથે જ ફાઉન્ટેન કોર્ટયાર્ડમાં ઓપન એર સેટઅપ છે, જ્યાં રોયલ ડાઈનિંગની મજા માણી શકાય છે.


આ પેલેસમાં 347 રૂમ છે. ઘણાં બેક્વેટ હોલ્સ, મસાજ રૂમ, બોલરૂમ, ઇન્ડોર સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓ છે.