

દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપડા ગ્લેમરસ બોલ્ડ લૂક અને સ્ટાઇલને કારણે અનેક વખત ચર્ચામાં રહે છે. તેણી ભારતીય પોશાક પહેરે કે પશ્ચિમી, દરેક લૂકમાં ખૂબ સ્ટાઇલિશ અને સુંદર લાગે છે અને લોકો તેમની પ્રશંસા કર્યા વગર રહી શકતા નથી. તાજેતરમાં ન્યૂયોર્ક ફેશન વીકમાં તેણી ફરી એકવાર એકદમ ગ્લેમરસ અને સ્ટાઇલિશ લાગી.


પ્રિયંકા ચોપડા (Priyanka Chopra At Fashion Show) આ ફેશન શોમાં ઑસ્કર ડી લા રેહતાના રનવે શોમાં ભાગ લેવા પહોંચી હતી. આ પ્રસંગે અભિનેત્રી બ્લેક આઉટફિટમાં જોવા મળી, જે ખૂબ સ્ટાઇલિશ લાગી રહી હતી


પ્રિયંકાએ ઑસ્કર દ્વારા ડિઝાઇન કરેલી પ્લેઝિંગ નેકલાઇન વાળો લાંબો ડ્રેસ પહેર્યો છે અને હાથમાં ગોલ્ડન પર્સ કેરી કર્યુ છે.


ફૂલ સ્લીવ્ઝવાળા ડીપ નેક ડ્રેસમાં ગોલ્ડન ચેઇન જે તેને ખૂબ સ્ટાઇલિશ અને ટ્રેન્ડી લૂક આપી રહી હતી. પ્રિયંકાએ ડાર્ક મરૂન લિપ કલર, મિનિમલ મેકઅપની અને ખુલ્લા વાળ સાથે પેર કરી હતી.


પ્રિયંકા ચોપડા 'ધ સ્કાય ઇઝ પિંક' થી લાંબા સમય પછી બોલિવૂડની ફિલ્મોમાં જોવા મળશે. તેનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે, જે ખૂબ જ દમદાર છે. આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મ મોટીવેનલ સ્પીકર આયેશા ચૌધરી પર આધારિત છે અને 11 ઓક્ટોબરે રિલીઝ થશે. ઝાયરા વસીમની આ છેલ્લી ફિલ્મ હશે.