

પ્રિયંકા ચોપડા બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સમાં પતિ નિક જોનાસ સાથે પહોંચી હતી. આ દરમિયાન તે ઝુહેર મુરાદ હોટ કોટ્યુર ગાઉનમાં જોવા મળી હતી. વ્હાઇટ ડ્રેસમાં પ્રિયંકા ખુબ સુંદર લાગી રહી હતી. આ ગાઉન સાથે પ્રિયંકાએ ડાયમંડ નેકલેસ પહેર્યું હતું. તેણે ટિફની એન્ડ કંપનીના 5,600 ડોલરના ડાયમંડ ઇયરિગ અને તેના મેચિંગનું 12,000 ડોલરનું બ્રેસલેટ પહેર્યું હતું.


આ બધામાં સૌથી ખાસ હતું તેનું શાનદાર ડાયમંડ નેકલેસ. તેણે બે-બે નેકલેસ પહેર્યા હતા. પ્રિયંકાએ 11,000 ડોલરનું ટિફની હાર્ડવેર બોલ પેન્ડેન્ટ, 55,000 ડોલરનું વિક્ટોરિયા ગ્રેજ્યુએટેડ લાઇન નેકલેસ અને 1,65,000 ડોલરનું સર્કિટ ડાયમંડ નેકલેસ પહેર્યું હતું.


મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, પ્રિયંકાના ડ્રેસ અને જ્વેલરીની કુલ કિંમત 1.8 કરોડ હોવાનું કહેવાય છે. જોકે, આ પહેલીવાર નથી કે પ્રિયંકા આટલા મોંઘા ડ્રેસમાં જોવા મળી હોય. આ પહેલાં પ્રિયંકા એરપોર્ટ પર યલ્લો ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસની કિંમત પણ ચોંકાવનારી હતી. તે ડ્રેસની કિંમત 54 હજાર બતાવવામાં આવી હતી.