

વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવનારી પ્રિયંકા ચોપરા હાલમાં લોસ એન્જલસની બ્યુટીકોન ઇવેન્ટમાં ભાગ લેવા પહોંચી હતી. આ સમયે તેણે ઘણાં મુદ્દા પર વાત કરી હતી. સૌ પેહલાં તો ચર્ચામાં આવેલું પાકિસ્તાની મહિલાનાં પ્રશ્નનો જડબાતોડ જવાબ તેણે આપ્યો હતો. અને તેની દેશભક્તિનો પરચો પણ આપ્યો હતો.


આ સમયે પ્રિયંકાએ અન્ય એક મુદ્દા પર પણ વાત કરી હતી અને તે છે એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીનાં બેવડા વલણ અંગે. તેમે આ વિશે વાત કરતાં કહ્યું હતું કે, 'મે અત્યાર સુધીમાં ઘણાં ઇન્ટરવ્યૂ આપ્યા હશે. અને મે ઘણાં લોકોને એવો સવાલ કરતાં જોયા છે કે, તુ તારી આ ફિમેલ કો સ્ટાર સાથે ફિલ્મ કરી રહી છે. તો શું તમે સારા મિત્રો છો? કે પછી તમારા વચ્ચે કેટ ફાઇટ થાય છે? પણ જ્યારે વાત આવે મેલ એક્ટરની તો તેઓ જ બોલે છે 'અરે વાહ.. આ બંને વચ્ચે કેટલી મિત્રતા છે તેમનાં વચ્ચે બ્રોમેન્સ છે. તેમનું બોન્ડિંગ કેવું સરસ છે.'


જોકે આ બધામાં પ્રિયંકાએ ન માત્ર સિસ્ટમને દોષ આપ્યો પણ એમ પણ જણાવ્યું કે, આપણી ઇન્ડસ્ટ્રીમાં એક્ટરની સરખામણીએ એક્ટ્રેસિસ પાસે તક ઘણી ઓછી હોય છે. અને જે પણ તક હોય છે તે હિરોઇનોએ જાતે જ પોતાના માટે ઉભી કરવી પડતી હોય છે. જો મહિલાઓને પણ પાવરફૂલ રોલ્સ આપવામાં આવે અને તેમને પણ એક્ટર્સ જેવી સરખી તક આપવામાં આવે તો એક્ટ્રેસિસ વચ્ચે પણ 'સિસ્ટરહૂડ' પ્રેમભર્યો સંબંધ બની શકે છે.