

આજકાલ બોલિવૂડ અભિનેત્રીઓ કાન્સમાં જલવો દેખાડી રહી છે. આ અભિનેત્રીઓમાં સૌથી વધુ ચર્ચામાં રહી પ્રિયંકા ચોપડા. પ્રિયંકા પહેલા દિવસે તો એકલી જ કાન્સ પહોંચી હતી, પરંતુ હવે તે તેના પતિ નિક જોનાસ સાથે નજરે પડી રહી છે. કાન્સમાં પ્રિયંકા જુદા-જુદા ડ્રેસમાં સ્ટાઇલિશ એન્ટ્રી કરતી જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે સૌથી વધુ ચર્ચામાં રહ્યો તેનો રેડ હોટ અવતાર. હાલમાં પ્રિયંકાનો આ રેડ હોટ અંદાજ સોશિયલ મીડિયા પર છવાયેલો છે. આ ડ્રેસમાં પ્રિયંકા, નિક સાથે ઇન્ટીમેટ પોઝ આપતી જોવા મળી રહી છે. બન્નેની ખૂબ જ સિઝલિંગ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.


કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રિયંકા ક્યારેક બ્લેક તો ક્યારેક વ્હાઇટ ડ્રેસમાં નજરે પડી. ત્યાં જ હવે રેડ હોટ બેકલેસ ડ્રેસમાં પ્રિયંકાએ પતિ નિક સાથે રોમેન્ટિક ફોટોશૂટ કરાવ્યું છે. તેમની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ ફોટોશૂટમાં નિક બ્રાઉન કલરના રોયલ સૂટમાં નજરે પડી રહ્યો છે. બન્નેની કેમિસ્ટ્રી જોવા લાયક છે.


સમગ્ર કાન્સ ફેસ્ટિવલ દરમિયાન નિક તેની પત્ની પ્રિયંકાને સ્ટાઇલ મામલે ટક્કર આપતો જોવા મળ્યો. જોવામાં આવે તો આ બન્ને પર કેમેરાની ખાસ નજર રહી. પ્રિયંકા હોટ અને એલિગેન્ટ લાગી તો નિક પણ સ્ટાઇલિશ દેખાયો હતો.


વાત કરીએ કાન્સની તો, દીપિકા પાદુકોણના લુક્સ પણ ચર્ચામાં રહ્યાં. જોકે, રણવીર કાન્સ નહીં પહોંચ્યો પરંતુ ઇન્સ્ટાગ્રામ પર પત્નીના દરેક લુક પર રણવીર ફીદા દેખાયો. સાથે જ કંગના રાનોટ અને હિના ખાનનો કાન્સ લુક પણ ચર્ચામાં રહ્યો.