

વિશ્વની મોટાભાગની સ્ત્રીઓ માટે કદાચ માતૃત્વથી મોટી સુખની લાગણી બીજી કોઈ નથી. પરંતુ ઘણીવાર જ્યારે પ્રગ્નન્સી પ્લાન ન હો અથવા અનઈચ્છિત હોય તો કપલ્સને ઘણી મુશ્કેલીઓ પણ ઉઠાવવી પડે છે.


જો કે બજારમાં પ્રગ્નન્સીની જાણ કરવા માટે છે અને તેને અટકાવવા માટે ઘણાં બધા સ્રોતો ઉપલબ્ધ છે. પરંતુ તેનો સાચો ઉપયોગ ક્યારે, કેવી રીતે અને ક્યા સમયે કરવામાં આવે છે તેને લઈને લોકોમાં અનિશ્ચિતતા રહે છે. તેથી લોકોને આ વાતની જાણકારી હોવી જરૂરી છે કે સાથી સાથે સંબંધ સ્થાપિત કર્યાના કેટલા દિવસ પછી પ્રગ્નન્સી પરીક્ષણ કરવાથી યોગ્ય પરિણામ મળે છે. જોકે મોટા ભાગના લોકો પીરિયડ્સ મિસ થઈ જવાને પ્રગ્નન્સીનું મુખ્ય લક્ષણ માને છે. પરંતુ ઘણીવાર પીરિયડ્સ બીજા કારણથી પણ મિસ થઈ જાય છે. તેથી સારું રહેશે કે પ્રગ્નન્સીની ખાતરી આ રીતે કરી લો...


સાથી સાથે સંબંધ સ્થાપિત કર્યા પછી ઘણી વાર સ્ત્રીઓ આ બાબતને લઈને તણાવમાં રહે છે, કે જો પીરિયડ્સ મિસ થઈ જાય તો પછી કેટલા દિવસ પછી ટેસ્ટ કરવાથી પરિણામ મળશે. ખરેખર, પ્રગ્નન્સી ત્યારે જ કન્ફર્મ મનાય છે. જયારે મહિલાના બ્લડમાં HCG હર્મોન મળે. જોકે આ સંપૂર્ણ પ્રક્રિયામાં 6 થી લઇને 7 દિવસ લાગી શકે છે.


એક આરોગ્ય નિષ્ણાત અનુસાર, જો અત્યાર સુધી તમારી પીરિયડ સાયકલ સામાન્ય હતી, તો ચૂકી જવાની સ્થિતિમાં તમે પણ આગામી દિવસે પણ પ્રગ્નન્સી ટેસ્ટ કરી શકો છો.


જો માતા બનવાની કોશિશમાં છો અને તમારી પીરિયડ સાયકલ મિસ થઈ ગઈ છે, તો સારું એ છે કે તમે જલ્દીથી ડૉક્ટરનો સંપર્ક કરી તેમની સલાહ લો અને પ્રગ્નન્સી ટેસ્ટ કરાવો. પરંતુ એક ચોક્કસ પરિણામ માટે તમે 7 દિવસ પછી જ પ્રગ્નન્સી ટેસ્ટ કરાવવાની સલાહ અપાય છે. તેનું કારણ એ છે કે 7 દિવસ કરતા પહેલા પ્રગ્નન્સી ટેસ્ટ કરાવવા પર પરિણામ નિગેટિવ જ આવે છે.


જોકે તમે ડોક્ટર પાસે નથી જવા ઈચ્છતા, તો પહેલા ઘર પર જ પ્રગ્નન્સી કીટ દ્વારા પ્રેગ્નિન્સી ટેસ્ટ કરો. માર્કેટમાં પ્રગ્નન્સી કીટ સરળતાથી મળી જશે.


પ્રેગ્નન્સી કિટ પર લખેલા સૂચનોનું સાવચેતીપૂર્વક પાલન કરશો, તો ટેસ્ટ સાચો આવશે. આ ટેસ્ટની સવારે ઉઠીને સૌથી પહેલાં યુરીન સેમ્પલમાં કરવા પર પરિણામ વધુ યોગ્ય આવે છે.