

કોંગ્રેસ દિગ્ગજ નેતા અને અભિનેતા રાજ બબ્બર અને એક્ટ્રેસ સ્મિતા પાટિલના દીકરા પ્રતીક બબ્બર લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. તેમણે તેમની ગર્લફ્રેન્ડ સાન્યા સાગર સાથે સાત ફેરા લીધા. આ કપલના લગ્નમાં તેમના નજીકના સંબંધીઓ અને પરિવારવાળા સામેલ થયા. તેમણે તેમનું વેડિંગ રિસેપ્શન આપ્યું.


રિસેપ્શનમાં કપલ બ્લેક લૂકમાં નજર આવ્યાં. સાન્યા બ્લેક કલરના ફ્લોરલ પહેરવેશમાં ખૂબ સુંદર દેખાતી હતી


તેની તમામ તસવીર સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. રિસેપ્શનમાં અનેક સિતારાઓ હાજર રહ્યાં. તેમનો દીકરો અને પતિ સાથે એક્ટ્રેસ આયશા ટાકિયા પણ ઉપસ્થિત રહી. પિંક કલરના ડિઝઆઇનર સૂટમાં એક્ટ્રેસ ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી.


તેમની સ્મૉકી આઇમેકઅપ અને ડિઝાઇનર નેક્લેસેસ તેમના લુકને કોમ્પલેમેન્ટ કરી રહ્યું હતું. તે પ્રતિક તો ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યાં હતા.


આ કપલના લગ્નની તસવીર પણ સોશિયલ મીડિયા પર છવાઇ રહી છે. મરાઠી રિત રિવાજોથી આ લગ્નમાં સાન્યા અને પ્રતીક રેડ કલરના આઉટફિટમાં નજર આવ્યાં હતા. તેમના લગ્ન લખનૌમાં સંમ્પન્ન થયા.


પ્રતીક અને સાન્યા છેલ્લા અનેક વર્ષોથી એકબીજાને જાણે છે. 2017થી તેઓએ એક-બીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. 22 જાન્યુઆરી, 2018ના રોજ બંનેએ સગાઇ કરી લીધી હતી.