

ભારતીય લોકતંત્રને વિશ્વમાં આમ તો સર્વશ્રેષ્ઠ નથી માનવામાં આવતું. અહીં વિપક્ષી પાર્ટીઓ એકબીજા પર દોષારોપણ કરવામાં કંઈ જ બાકી નથી રાખતા. પરંતુ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના નવા મુખ્યમંત્રીના શપથગ્રહણ કાર્યક્રમમાં દેશના રાજકારણનો એક નવો જ ચહેરો જોવા મળ્યો. વિરોધી પાર્ટીના નેતા મુખ્યમંત્રીની શપથ લેતાં હોય અને જે-તે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તેમની સાથે હાથમાં હાથ નાખી લોકોનું અભિવાદન ઝીલતા હોય તેવા દૃશ્યએ ભારતમાં રાજકારણના હકારાત્મક પાસાને રજૂ કર્યું. મધ્યપ્રદેશના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને જ્યોતિરાદિત્ય સિંધિયાનો હાથ પકડી કમલનાથે એવું દૃષ્ટાંત રજૂ કર્યું કે તમામ વિરોધ અને મતભેદ ચૂંટણી પૂરી થવાની સાથે જ વિદાય થઈ ગયા.


સૌથી રસપ્રદ તસવીર રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને હવે રાજસ્થાનના નવા ડેપ્યુટી સીએમ સચિન પાયલટની છે. એક જ પરિવારના બે સભ્યો સામ-સામેની પાર્ટીમાં હોવા છતાંય જ્યારે એકમંચ પર આવે છે ત્યારે વસુંધરાએ સચિન પર હેત વરસાવ્યું હતું.


વસુંધરા રાજે અને સચિન પાયલટ શપથ ગ્રહણ સમારોહમાં એક બીજા સાથે મુલાકાત કરતાં. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ જાણે એવો સંદેશ આપવાનો પ્રયાસ કરતાં જોવા મળ્યા કે મતભેદો ભૂલી રાજ્યનો વિકાસ જ અમારો ઉદ્દેશ્ય છે.


રાજસ્થાનમાં વસુંધરા રાજે અશોક ગેહલોત સાથે ઉષ્માભેર સાથે મળતાં જોવા મળ્યા. ગેહલોતે પણ તેમનો આભાર વ્યક્ત કર્યો.


આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂનું સ્વાગત કરતાં રાજસ્થાનના નવા સીએમ અશોક ગેહલોત અને ડેપ્યુટી સીએમ સચિન પાયલટ.


પોતાના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે ચર્ચા કરતા રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત