Home » photogallery » porbandar » પોરબંદર-દ્વારકા હાઇવે પર તારાજી! સિદ્ધિ વિનાયક જય ચામુંડા રેસ્ટોરન્ટમાં ઘૂંટણ સમા વરસાદી પાણી ઘૂસી ગયા

પોરબંદર-દ્વારકા હાઇવે પર તારાજી! સિદ્ધિ વિનાયક જય ચામુંડા રેસ્ટોરન્ટમાં ઘૂંટણ સમા વરસાદી પાણી ઘૂસી ગયા

Porbandar News: પોરબંદર-દ્વારકા હાઇવે પર અણધડ આયોજનના કારણે વરસાદના પાણીનો નિકાલ થવાના બદલે રેસ્ટોરન્ટમાં ઘૂસી જતા હાલાકી, જુઓ દૃશ્યો

  • 15

    પોરબંદર-દ્વારકા હાઇવે પર તારાજી! સિદ્ધિ વિનાયક જય ચામુંડા રેસ્ટોરન્ટમાં ઘૂંટણ સમા વરસાદી પાણી ઘૂસી ગયા

    પ્રતિશ શીલુ, પોરબંદર : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ મન મૂકીને (Gujarat Rains) વરસી રહ્યો છે. સાયક્લોન ગુલાબની (Cyclone gulab Effect) અસરના કારણે રાજ્યમાં ચોમાસુ મોડુ વિદાય લેવાનું છે. દરમિયાન પોરબંદર (Porbandar Rains)પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ખેડૂતો (Farmers) માટે આ વરસાદ આશિર્વાદ સમાન બન્યો છે ત્યારે કેટલાક લોકો માટે તંત્રના પાપે આ વરસાદ શ્રાપ બન્યો છે. અણધડ આયોજનના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થઈ શકવાની સ્થિતિમાં આ વરસાદના પાણી રેસ્ટોરન્ટમાં ઘૂસી ગયા છે. પોરબંદર-દ્વારકા હાઇવે પર આવેલા સિદ્ધિ વિનાયક જય ચામુંડા રેસ્ટોરન્ટની (Siddhi Vinayak chamunda Restaurant) અંદર પાણી ઘૂસી (Water Lodging) જતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 25

    પોરબંદર-દ્વારકા હાઇવે પર તારાજી! સિદ્ધિ વિનાયક જય ચામુંડા રેસ્ટોરન્ટમાં ઘૂંટણ સમા વરસાદી પાણી ઘૂસી ગયા

    પોરબંદર-દ્રારકા હાઇવેની અણધડ કામગીરીને કારણે પાણી ભરાવાના અનેક જગ્યાએ પ્રશ્નો સર્જાયા છે. પાણી ભરાઈ જવાના કારણે રેસ્ટોરન્ટ સંચાલકને નુકસાની જાય તેવી સ્થિતિ છે. એક બાજુ વરસાદની જરૂરિયાત બીજી બાજુ તંત્રના પાપે નુકસાની આ સ્થિતિમાં લોકો જાય તો ક્યાં જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

    MORE
    GALLERIES

  • 35

  • 45

    પોરબંદર-દ્વારકા હાઇવે પર તારાજી! સિદ્ધિ વિનાયક જય ચામુંડા રેસ્ટોરન્ટમાં ઘૂંટણ સમા વરસાદી પાણી ઘૂસી ગયા

    આ દૃશ્યો જોઈને નુકસાની કરતા પણ તંત્રની અણઆવડતનો અંદાજ લગાવી શકાય છે. વરસાદના પાણીનો રોડ પરથી યોગ્ય નિકાલ થવાના બદલે તે ઢળીને રેસ્ટોરન્ટમાં ઘૂસી જવાથી આવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે આના માટે જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન છે.

    MORE
    GALLERIES

  • 55

    પોરબંદર-દ્વારકા હાઇવે પર તારાજી! સિદ્ધિ વિનાયક જય ચામુંડા રેસ્ટોરન્ટમાં ઘૂંટણ સમા વરસાદી પાણી ઘૂસી ગયા

    હજુ આ પાણીનો નિકાલ કરવો પણ મુશ્કેલ છે ત્યાં રાજ્યમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ રહે તેમ છે. ત્યારે આ પંથકમાં વરસાદ વરસે તો ફરી આવી રીતે પાણી ઘૂસી જવાની સ્થિતિ છે. આ સ્થિતિમાં તંત્ર તાત્કાલિક ધોરણે હાઇવેની બંને બાજુ પાણીના યોગ્ય નિકાલ માટે કામગીરી શરૂ કરે તે જરૂરી બન્યું છે. જોકે, જ્યાં સુધી આ સમસ્યાનું સમાધાન ન આવે ત્યાં સુધી આવી સ્થિતિ ફરી સર્જાવાની પણ ભીતિ રહેલી છે.

    MORE
    GALLERIES