ન્યૂઝ18 ગુજરાતી : ગુજરાત માથે 'વાયુ'નું જોખમ મંડાયું છે ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં એનડીઆરએફની 50 જેટલી ટીમો કાર્યરત છે. એનડીઆરએફના જવાનો રાજ્યના વિવિધ વિસ્તારોમાં સ્થળાંતરથી લઈને બચાવકાર્યમાં લાગ્યા છે. એક તરફ આફતનું આગમને થઈ રહ્યું છે ત્યારે વિવિધ કામગીરીમાં જોતરાયેલા એનડીઆરએફના જવાનોના કામને લોકો બિરદાવી રહ્યા છે. આવી જ કેટલીક તસવીરો અહીં રજૂ કરી રહ્યા છીએ. (તસવીર ઃ માધવપુર, પોરબંદર)