પોરબંદરના જાણીતા ડૉક્ટર અને પોરબંદર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અને સુધરાઈ સભ્ય એવા ડૉ.ચેતનાબેન તિવારી અને યુકેના લંડન ખાતે ખુબજ સારી કંપનીમાં ફાઈનાન્સીયલ એકાઉન્ટન્ટ તરીકે વર્ક કરતા દિનાબેન દાસાણી આજે પોરબંદરની એમ.ઈ.એમ સ્કૂલ ખાતે સ્કૂલ યુનિફોર્મ, સ્કૂલ બેગ અને લંચ બોક્સ સાથે પહોંચતા આ સ્કૂલના પ્રિન્સીપાલ સહિતનો સ્ટાફ પણ અચરજ પામ્યો હતો.
આજે આ બંન્ને વ્યકિતઓ પોત પોતાના ક્ષેત્રમાં ખુબજ પ્રગતિ મેળવી છે. ત્યારે અહી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પણ પ્રેરણા મળે અને "બેટી બચાવો બેટી પઢાઓ"નો સંદેશ લોકો સુધી પહોંચે તે માટે આજે સવારે સ્કૂલ સમયે આ બન્ને બહેનપણીઓએ સ્કૂલમાં અભ્યાસ કરી તેઓ જે સ્થળ પર સ્કૂલના સમયે પોતાનો નાસ્તો કરતા હતા તે સ્થળ પર ફરી એક વખત સ્ટૂડન્ટ બનીને નાસ્તો કરતા તેઓએ બાળપણની યાદો તાજા કરી હતી.