Home » photogallery » porbandar » સરકારી ગાઇડલાઇનને નેવે મૂકી જન્માષ્ટમીનું આયોજન કરનારા BJP સાંસદ, તેમનો પુત્ર અને પુત્રવધૂ કોરોના પોઝિટિવ

સરકારી ગાઇડલાઇનને નેવે મૂકી જન્માષ્ટમીનું આયોજન કરનારા BJP સાંસદ, તેમનો પુત્ર અને પુત્રવધૂ કોરોના પોઝિટિવ

જન્માષ્ટમીના દિવસે સાંસદના બંગલે આયોજીત કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવમાં કલાકાર ગીતાબેન રબારી સહિતના કલાકારો હાજર રહ્યા હતા.

  • 19

    સરકારી ગાઇડલાઇનને નેવે મૂકી જન્માષ્ટમીનું આયોજન કરનારા BJP સાંસદ, તેમનો પુત્ર અને પુત્રવધૂ કોરોના પોઝિટિવ

    પોરબંદર : બીજેપીના પોરબંદરના સાંસદ રમેશ ધડુક (Porbandar BJP MP Ramesh Dhaduk) કોરોના પોઝિટિવ આવ્યા છે. આ અંગે રમેશ ધડુકે પોતે ફેસબુક પર પોસ્ટ (Facebook Post) મૂકી જાણકારી આપી હતી. ગઇકાલે એટલે કે રવિવારે તેમનો પુત્ર કોરોના પોઝિટિવ આવ્યો હોવાની માહિતી મળી હતી. સોમવારે હવે સાંસદ પોતે અને તેમના પુત્રવધૂ પણ કોરોના પોઝિટિવ (Corona Positive) હોવાના ન્યૂઝ સામે આવ્યા છે. હાલ ત્રણેયની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. સાંસદ રમેશ ધડુક હોમ આઇસોલેટ થયા છે.

    MORE
    GALLERIES

  • 29

    સરકારી ગાઇડલાઇનને નેવે મૂકી જન્માષ્ટમીનું આયોજન કરનારા BJP સાંસદ, તેમનો પુત્ર અને પુત્રવધૂ કોરોના પોઝિટિવ

    12મીએ ઘરે જન્માષ્ટમીની ઉજવણી કરી હતી : સાંસદ રમેશ ધડુકના ઘરે 12મીના રોજ જન્માષ્ટમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હાલ સરકારી ગાઇડલાઇન પ્રમાણે મોટા ઉત્સવો કરવાની મનાઈ છતાં સાંસદના બંગલે આવું આયોજન થયું હતું. જે બાદમાં રમેશ ધડુકનો પુત્ર નૈમિશ ધડુકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના બીજા દિવસે એટલે કે આજે સાંસદ રમેશ ધડુક અને તેમના પુત્રવધૂ એટલે કે નૈમિષના પત્ની મોના ધડુકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 39

    સરકારી ગાઇડલાઇનને નેવે મૂકી જન્માષ્ટમીનું આયોજન કરનારા BJP સાંસદ, તેમનો પુત્ર અને પુત્રવધૂ કોરોના પોઝિટિવ

    ગીતા રબારી સહિતના કલાકારો હાજર : જન્માષ્ટમીના દિવસે સાંસદના બંગલે આયોજીત કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવમાં કલાકાર ગીતાબેન રબારી સહિતના કલાકારો હાજર રહ્યા હતા. આ અંગેની તસવીરો પણ સામે આવી છે. હવે કાર્યક્રમમાં હાજર ત્રણ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાજર રહેલા અન્ય લોકોની ચિંતામાં પણ વધારો થયો છે. આ ઉપરાંત સાંસદ રમેશ ધડુકે ફેસબુક પોસ્ટ કરીને લોકોને અપીલ કરી છે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકો સ્વેચ્છાએ ક્વૉરન્ટીન થઈ જાય.

    MORE
    GALLERIES

  • 49

    સરકારી ગાઇડલાઇનને નેવે મૂકી જન્માષ્ટમીનું આયોજન કરનારા BJP સાંસદ, તેમનો પુત્ર અને પુત્રવધૂ કોરોના પોઝિટિવ

    ડૉ નૈમિશ ધડુકના પુત્રને કાનો બનાવાયો હતો : સાંસદના ઘરે યોજાયેલા કૃષ્ણ જન્મોત્સવમાં ડોક્ટર નૈમિશના પુત્રને કાનુડો બનાવવામાં આવ્યો હતો. આ અંગેની અનેક તસવીરો પણ સામે આવી છે. સૌરાષ્ટ્રમાં જ્યારે કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે આવા આયોજનો કેટલા ખતરનાક સાબિત થઈ શકે છે તેનો અંદાજ કાર્યક્રમની યજમાની કરનાર પરિવારના ત્રણ સભ્યો પોઝિટિવ આવ્યા તેના પરથી લગાવી શકાય છે.

    MORE
    GALLERIES

  • 59

    સરકારી ગાઇડલાઇનને નેવે મૂકી જન્માષ્ટમીનું આયોજન કરનારા BJP સાંસદ, તેમનો પુત્ર અને પુત્રવધૂ કોરોના પોઝિટિવ

    કૃષ્ણ જન્મની ઉજવણી : જન્માષ્ટમીના દિવસે સાંસદને ઘરે યોજાયેલા કૃષ્ણજન્મના કાર્યક્રમમાં અનેક લોકો હાજર રહ્યા હતા. એટલું જ નહીં આ કાર્યક્રમનું સ્થાનિક ટીવી ચેનલમાં લાઇવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદના પુત્ર નૈમિષભાઇ કેન્દ્ર સ્થાને હતાં. આ કાર્યક્રમ અંગેની રજુઆત કૉંગ્રેસ તરફથી જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 69

    સરકારી ગાઇડલાઇનને નેવે મૂકી જન્માષ્ટમીનું આયોજન કરનારા BJP સાંસદ, તેમનો પુત્ર અને પુત્રવધૂ કોરોના પોઝિટિવ

    સામાન્ય લોકોને દંડ તો નેતાને કેમ નહીં? : કૉંગ્રેસ તરફથી આ મામલે પોલીસવડા અને કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી કે, જો સામાન્ય લોકો કોરોના ગાઇડલાઇનનો ભંગ કરે છે તો તેમને મોટા દંડ ફટકારવામાં આવે છે. પરંતુ પ્રજાના પ્રતિનિધિ એવા સાંસદ જ્યારે જાહેરમાં નિયમ ભંગ કરી રહ્યા છે તો તેમની સામે શા માટે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી? કૉંગ્રેસે આકરી રજુઆત કરી હતી કે આ મામલે તંત્ર લોકો સમક્ષ યોગ્ય ખુલાસો કરે.

    MORE
    GALLERIES

  • 79

    સરકારી ગાઇડલાઇનને નેવે મૂકી જન્માષ્ટમીનું આયોજન કરનારા BJP સાંસદ, તેમનો પુત્ર અને પુત્રવધૂ કોરોના પોઝિટિવ

    નૈમિષ ધડુક.

    MORE
    GALLERIES

  • 89

    સરકારી ગાઇડલાઇનને નેવે મૂકી જન્માષ્ટમીનું આયોજન કરનારા BJP સાંસદ, તેમનો પુત્ર અને પુત્રવધૂ કોરોના પોઝિટિવ

    સાંસદના ઘરે યોજાયેલો કૃષ્ણ જન્મોત્સવ.

    MORE
    GALLERIES

  • 99

    સરકારી ગાઇડલાઇનને નેવે મૂકી જન્માષ્ટમીનું આયોજન કરનારા BJP સાંસદ, તેમનો પુત્ર અને પુત્રવધૂ કોરોના પોઝિટિવ

    રમેશ ધડુકના ઘરે યોજાયેલો કૃષ્ણ જન્મોત્મસવ.

    MORE
    GALLERIES