તમને જણાવી દઈએ કે, 2017ની વિધાનસભા ચૂંટણી સમયે રેશ્મા પટેલે હાર્દિક પટેલનો સાથ છોડી ભાજપનો કેસ પહેર્યો હતો, પરંતુ સમય જતા ભાજપમાં રેશ્મા પટેલને હાંસીયામાં ધકેલી દેવામાં આવ્યા છે. રેશ્મા પટેલે હવે લોકસભાની ચૂંટણી માટે રણનીતી બનાવવાનું શરૂ કરી દીધુ છે. રેશ્મા પટેલે જે રીતે ભાજપ સામે બંડ પોકાર્યો છે, તે જોતા સ્પષ્ટ લાગે છે કે, તે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે.
કેમ પોરબંદરથી ચૂંટણી લડશે? - તો તમને જણાવી દઈએ કે, રેશ્મા પટેલ આમ તો જુનાગઢ જીલ્લામાંથી આવે છે. પરંતુ પોરબંદર એટલા માટે પસંદ કર્યું હોવું જોઈએ કારણ કે, પોરબંદર વિસ્તારમાં પાટીદાર સમાજની બહુમતી વધારે છે. ઉલ્લેખનીય છે કે, હમણાં થોડા સમય પહેલા જ રેશ્મા પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સામે બંડ પોકારી ભાજપ સામે નારાજગી દર્શાવી હતી. હવે જોવાનું એ રહેશે કે, ભાજપ પક્ષના આ ઉમેદવારે પક્ષ સામે આ રીતે બંડ પોકારી વિરોધ કરનાર કાર્યકર સામે કેવા પગલા લેશે.