ન્યૂઝ18 ગુજરાતીઃ પેટ્રોલપંપોને અવારનવાર નિશાન બનાવવામાં આવતા હોય છે. ખાસ કરીને મોડી રાત્રે પેટ્રોલપંપને ટાર્ગેટ કરીને ચોરી કરવામાં આવતી હોય છે. પોરબંદર ખાતે આવેલા એક પેટ્રોલપંપને મોડીરાત્રે નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી હતી. પોરબંદરના એમજી રોડ પર આવેલા ફ્રેન્ડ્સ પેટ્રોલપંપ ખાતે આ તોડફોડ કરવામાં આવી હતી.