પોરબંદરમાં અકસ્માતમાં ચાલુ ફરજ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું મોત થયાની ઘટના બની છે. વાહન ચેકિંગ દરમિયાન સ્પિડમાં આવેલી કાર બેરીગેટને અથડાતા બેરીગેટ પીએસઆઇના માથાના ભાગે અથડાતા ગંભીર ઇજાગ્રસ્ત PSIનું ચાલુ ફરજે મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી. (પ્રતિષ, શીલુ)