ન્યૂઝ18 ગુજરાતી : લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગીનું કામ ઝટીલ બની ગયું છે. ભાજપ તરફથી અત્યાર સુધી ગાંધીનગર સહિત 14 બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ તરફથી છ જેટલી બેઠક પર ઉમેદવારના નામ જાહેરાત કરવામાં આવ્યા છે. પોરબંદર બેઠક પરથી હાલ ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. એવી માંગણી કરવામાં આવી રહી છે કે આ બેઠક પરથી રાદડિયા પરિવારને જ ટિકિટ મળવી જોઈએ.
ધોરાજી અને કેશોદમાં રાદડિયાના ફોટોગ્રાફ્સ સાથે બેનર્સ લગાવવામાં આવ્યા છે. ભાજપે હાલ પોરબંદર બેઠક પરથી કોઈ ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. ધોરાજી શહેર અને કેશોદના સરદાર ચોકમાં લાગેલા પોસ્ટર્સમાં લખવામાં આવ્યું છે કે, રાદડિયા પરિવારના ટિકિટ મળવી જોઈએ. જો આવું નહીં થાય તો ભાજપે તેની ભૂલનું પરિણામ ભોગવવું પડશે.