પોરબંદરમાં સાઇક્લોન સેન્ટર બનાવવાને લઇને ગ્રામજનોમાં વિરોધ સર્જાયો છે. આસ્થાના પ્રતિક સમાન ધાર્મિક સ્થળ ઉપર આ સેન્ટર બનાવાતું હોવાના કારણે ગ્રામજનોમા વિરોધ ઊભો થયો છે. ઉસ્કેરાયેલા ગામ લોકોએ કોન્ટ્રાક્ટરના વાહનોમાં તોડફોડ કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.