"પાણી બચાવો જીવન બચાવો" જેવા અનેક સુત્રોની વાતો તો આપણે ત્યા ખુબજ થતી હોય છે. પરંતુ ખરા અર્થમાં પાણીનો સંગ્રહ કરવામાં અને જરુર પુરતો જ ઉપયોગ કરવાના બદલે પાણીનો વેડફાટ પણ ખુબજ જોવા મળે છે. પાણીની અછતનો સાચો ખ્યાલ ત્યારે જ આવે છે જ્યારે ઓછો વરસાદ પડે અને જળ સંગ્રહનો અભાવ હોય. પોરબંદર જિલ્લા સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આજે પીવાનું પાણી મેળવવા માટે લોકો સંઘર્ષ કરી રહ્યા છે. પરંતુ ખરા અર્થમાં વરસાદી પાણીને ખોટી રીતે વહેતું અટકાવી આ પાણીનો જો યોગ્ય સંગ્રહ કરવામાં આવે તો પાણીની અછતમાં વર્ષો સુધી સંગ્રહ કરેલુ પાણી આશિર્વાદ રુપ બનતું હોય છે. (પ્રતિશ શિલુ, પોરબંદર)