આ મેળામાં ઉત્તર-પૂર્વીય આઠ રાજ્યોના લોકો ભાગ લે છે. આ મેળો અરૂણાચલ પ્રદેશની 'મીશમી જનજાતી'ના લોકોને ગુજરાત સાથે જોડે છે. માધવપુર ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલું ઐતિહાસિક સ્થળ છે. શ્રીકૃષ્ણ-રૂકમણીના પવિત્ર લગ્ન બંધનનું સાક્ષી રહેલા આ સ્થળે આવતા યાત્રિકો ધન્યતા અનુભવતા હોય છે.