બીજી તરફ પોરબંદરની સામાજીક સંસ્થાઓે દરિયાઈ મહેલના સમારકામ માટે ખાસ ઝુંબેશ ચલાવી હતી. અંતે સરકારે પ્રથમ તબકકાના સમારકામ માટે રૂપિયા 7 કરોડની રકમ મંજુર કરી હતી અને તેમની જુનીવાણી બાંધણી મુજબ રીસ્ટોરેશન કરવામા આવ્યુ હતુ. હવે બીજા તબકકા માટે સરકારે રૂપિયા 17 કરોડની રકમ મંજુર કરતા પોરબંદરની શાન સમા દરીયાઈ મહેલનો રજવાળી ઠાઠ જોવા મળશે.