ન્યૂઝ18ગુજરાતીઃ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાની અસર થવા લાગી છે. આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવા લાગ્યો છે. ત્યારે ભારે પવનના કારણે તબાહી થવાની શરૂ થઇ ગઇ છે. વાયુ વાવાઝોડું વેરાવળ અને દ્વારકા વચ્ચેથી પસાર થવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે ત્યારે વેરાવળમાં પણ ભારે પવનથી તબાહી શરૂ થઇ છે.