પોરબંદર નજીક મધદરિયે ગુજરાત એટીએસ (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) અને ડ્રગ્સ માફિયા વચ્ચે અથડામણ થઈ હતી. સામાન્ય રીતે માફિયાઓ સમુદ્રના માર્ગે જે તે દેશ કે રાજ્યમાં ડ્રગ્સ ઘૂસાડતા હોય છે. મધદરિયે થયેલી અથડામણ બાદ પોલીસે નવ જેટલા માફિયાઓની ધરપકડ કરી લીધી છે. જોકે, દરમિયાન માફિયાઓએ પુરાવાનો નાશ કરવા માટે પોતાની બોટને ઉડાવી દીધી હતી. ATS તરફથી આ દરમિયાન 100 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. ચૂંટણી પહેલા જ દેશમાં ડ્રગ્સ ઘૂસાડવાનું કાવતરું નિષ્ફળ બનતા મરીન પોલીસ અને કોસ્ટગાર્ડને પણ એલર્ટ કરવામાં આવી છે.
ડ્રગ્સ માફિયાઓએ બોટ ઉડાવી : મળતી માહિતી પ્રમાણે ડ્રગ્સ માફિયા રૂ. 500 કરોડના ડ્રગ્સ સાથે બોટમાં સવાર હતા. અથડામણ દરમિયાન ડ્રગ્સ હાથમાં ન આવે તે માટે માફિયાઓએ પોતાની બોટને ઉડાવી દીધી હતી. ગુજરાતી એટીએસ અને ઇન્ડિયા કોસ્ટગાર્ડની ટ્રેપમાં ફસાયા બાદ પુરાવાનો નાશ કરવા માટે માફિયાઓએ બોટને ઉડાવી દીધી હતી.