Home » photogallery » porbandar » પોરબંદર : Covid હૉસ્પિટલના તંત્રની ચામડી આટલી ઝાડી? વેન્ટિલેટર માટે દર્દીના સગા ચોંધાર આંસુએ રડ્યા!

પોરબંદર : Covid હૉસ્પિટલના તંત્રની ચામડી આટલી ઝાડી? વેન્ટિલેટર માટે દર્દીના સગા ચોંધાર આંસુએ રડ્યા!

20 વેન્ટિલેટર ખાલી પડ્યા હોવા છંતા સાફ સફાઈ કરવાની બાકી છે તેવી ગળે ન ઉતરે તેવી વાતો કરતુ હોસ્પિટલનુ તંત્ર

  • 15

    પોરબંદર : Covid હૉસ્પિટલના તંત્રની ચામડી આટલી ઝાડી? વેન્ટિલેટર માટે દર્દીના સગા ચોંધાર આંસુએ રડ્યા!

    પ્રતિશ શીલુ,પોરબંદર : પોરબંદર કોરોનાની બીજી લહેરમાં જ્યારે તમામ હોસ્પિટલો ફૂલ થઈ જતા દર્દીઓને દાખલ કરાવવા તેમજ ઓક્સિજન માટે તેમના પરિવાજનો ભટકતા હતા એવા સમયે પણ રાજ્યમાં ક્યાય ન બન્યુ હોય તેવુ પોરબંદરની કોવીડ-19 હોસ્પિટલમાં જે રીતે દરવાજા બહાર બેનર મારવામાં આવ્યુ હતુ કે હાલમાં જગ્યા ન હોવાથી કોઈ દર્દીઓને દાખલ કરવામાં નહી આવે જેથી અન્ય જગ્યાએ જવુ આ બેનરના લીધે પોરબંદરનુ નામ ખરડાયુ હતુ અને સમગ્ર રાજ્યમાં ભારે વિવાદ સર્જાયો હતો.

    MORE
    GALLERIES

  • 25

    પોરબંદર : Covid હૉસ્પિટલના તંત્રની ચામડી આટલી ઝાડી? વેન્ટિલેટર માટે દર્દીના સગા ચોંધાર આંસુએ રડ્યા!

    પોરબંદરની કોવીડ-19ની અણઆવડત અને કોઈ યોગ્ય આયોજનના અભાવને કારણે ઓક્સિજનને કારણે તેમજ યોગ્ય સારવાર ન થવાને કારણે હોસ્પિટલમાં દાખલ થયેલ અનેક દર્દીઓએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તેનાથી સૌ કોઈ પરિચિત છે.થોડા દિવસો પૂર્વે ગુજરાતમાં આવેલ વાવાઝોડાના ખતરાને જોઈને સાવચેતીના ભાગરુપે તંત્રએ આ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રહેલા તમામ દર્દીઓને જામનગર અને જૂનાગઢ ખસેડી દીધા હતા.

    MORE
    GALLERIES

  • 35

    પોરબંદર : Covid હૉસ્પિટલના તંત્રની ચામડી આટલી ઝાડી? વેન્ટિલેટર માટે દર્દીના સગા ચોંધાર આંસુએ રડ્યા!

    ગત તારીખથી આ હોસ્પિટલમાં રહેત તમામ વેન્ટિલેટર ખાલી પડ્યા છે દર્દીઓના પરિવારજનો તેમના સ્વજનોને વેન્ટિલેટર આપવા આજીજી કરતા હોવા છતા હોસ્પિટલનુ નિષ્ઠુર બનેલ તંત્રમાં જાણે કે દયાહીન હોય તેમ વેન્ટિલેટર નહી ફાળવતુ હોવાનુ જાણી પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથા ઓડેદરા અને તેમની સાથે કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલ ખાતે ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો આ તકે પ્રદેશ કોંગ્રેસના આગેવાન અર્જુન મોઢવાડીયએ પણ આ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. હોસ્પિટલનુ આ અમાનવીય વર્તન અને વેન્ટિલેટર ખાલી હોવા છતા દર્દીઓને નહી ફાળવાતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથા ઓડેદરા અને દર્દના પરિવારજનો બે હાથ જોડીને રીતસર ધ્રુસકે-ધ્રુસકે રડી પંડ્યા હતા અને ચૌધાર આંસુએ રડતા વિનંતી કરી હતી કે દર્દીઓને વેન્ટિલેટર ફાળવો તેમના જીવ ન લ્યો.

    MORE
    GALLERIES

  • 45

    પોરબંદર : Covid હૉસ્પિટલના તંત્રની ચામડી આટલી ઝાડી? વેન્ટિલેટર માટે દર્દીના સગા ચોંધાર આંસુએ રડ્યા!

    કોરોનાને કારણે આર્થિક અને માનસિક રીતે ભાંગી પડેલ દર્દીઓના પરિવારજનોની એકમાત્ર આશા સરકારી હોસ્પિટલ હોય છે સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ કોવીડ-19 હોસ્પિટલમાં દર્દીઓને જરુરી સુવિધા આપવાને બદલે હાલમાં જે રીતે પોરબંદરની કોવીડ-19 હોસ્પિટલમાં 20 વેન્ટિલેટર ખાલી હોવા છંતા જે રીતે અલગ-અલગ કારણો આપી વેન્ટિલેટર નથી આપવામાં આવી રહ્યા તેના દર્દીઓ અને તેમના પરિવાજનોની હાલત કફોડી બની છે.

    MORE
    GALLERIES

  • 55

    પોરબંદર : Covid હૉસ્પિટલના તંત્રની ચામડી આટલી ઝાડી? વેન્ટિલેટર માટે દર્દીના સગા ચોંધાર આંસુએ રડ્યા!

    હોસ્પિટલમાં જે રીતે દર્દીઓના પરિવારજનોની વેન્ટિલેટર માટેની આજીજી કરતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે પ્રશ્ન ઉભા થાય છે કે આ હોસ્પિટલના સત્તાધીશોમાં કોઈ માનવતા બચી છે કે કેમ અને જો માનવતા હોય તો શા માટે વેન્ટિલેટર માટે દર્દીઓને પરેશાન કરી રહ્યા છે ત્યારે આ અંગે જ્યારે હોસ્પિટલના સિવિલ સર્જનને પુછવામાં આવ્યુ ત્યારે તેઓએ જરા પણ ગળે ન ઉતરે તેવા ગોળ ગોલ જવાબ આપતા જોવા મળ્યા હતા અને એવુ જણાવ્યુ હતુ કે,હાલ જે રીતે મ્યુકોર માઇકોસીસના કેસ વધી રહ્યા છે તેને જોતા વોર્ડમાં સાફસફાઈ ચાલે છે તેથી બે દિવસમાં આ યુનિટ કાર્યરત થઈ જશે તેવી વાતો કરતા જોવા મળ્યા હતા.

    MORE
    GALLERIES