પ્રતિશ શીલુ, પોરબંદર : હવામાન વિભાગની આગાહીની અસર પોરબંદરના દરિયામાં (current in Porbandar sea) પણ જોવા મળી છે. પોરબંદર (Rain in Porbandar) જિલ્લામાં હાલ બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વરસાદી માહોલની સાથે પોરબંદરના દરિયામાં પણ ભારે કરંટ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પોરબંદર ચોપાટી (Porbandar Chaupati) ખાતે દરિયો તોફાની બનતા ઉંચાઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા.
હવામાન વિભાગની આગાહીના પગલે દરિયો તોફાની બનતા માછીમારોને પણ દરીયો ન ખેડવા સૂચના આપવામા આવી છે. તો સાથે જ પોરબંદર જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ વચ્ચે જિલ્લામાં બપોર સુધીમાં આજે પણ એક ઇંચથી અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.જેમા પોરબંદરમા 28 મીમી, રાણાવાવમા 16 મીમી અને કુતિયાણામા 17 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.
પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે SDRF ની ટીમ પણ પોરબંદર પહોંચી છે. આધુનિક સાધનો સાથે 60 જવાનો રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરી દેવાયા છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા પોરબંદર ખાતે SDRF ની ટીમને સૂચના આપતા આ ટીમ પોરબંદર ખાતે પહોંચી ગઈ છે. ૉ
માધવપુરમાં ઇલેક્ટ્રીક ટીસીના થાંભલા પાસેથી પસાર થઇ રહેલા એક આખલાને ઇલેક્ટ્રીક શોટ લાગવાથી કરૂણ મોત નીપજ્યું હતુ, આ બનાવથી ગૌપ્રેમીઓમાં PGVCL ની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો હતો. પોરબંદર જીલ્લાના માધવપુર ગામના મધુવન રોડ ઉપર આવેલ પ્રજાપતિ સમાજની વાડી પાસેના એક જર્જરીત ઇલેક્ટ્રીક ટીસીના વીજ-પોલ આજુબાજુ વરસાદી પાણી ભરાતા આસપાસની જમીનમાં અર્થિંગના કારણે વીજ-શોટ લાગવાની સમસ્યા ઉભી થઇ હતી.