સામાન્ય વાતચીત ક્યારેક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. ‘હસામાંથી ખસવું થવું’ આ કહેવતને સાર્થક બનાવતી ઘટના પોરબંદરમાં બની છે. મળતી માહિતી પ્રમાણે પોરબંદર જિલ્લાના રાતડી ગામમાં એક વ્યક્તિને બીજી વ્યક્તિની મશ્કરી ભારે પડી હતી. મજાક મજાકમાં વાતચીત ઉગ્ર બની હતી અને એક યુવકે બીજા યુવક ઉપર પાઇપ વડે હુમલો કર્યો હતો. પાઇપના પ્રહારથી પુરુષ બેસુદ થઇ ગયો હતો.
વીડિયોમાં દેખાય છે તેમ એક યુવકના હાથમાં સફેદ રંગની પાઇપ છે. જ્યારે બીજો આદેડ વયનો પુરુષના હાથમાં કંઇ ન્હોતું. બંને વચ્ચે વાતચીત ચાલી રહી છે. હાથમાં પાઇપ પકડેલા યુવકે સામે રહેલા પુરુષના માથાના ભાગે પાઇપથી જોરથી હુમલો કર્યો હતો. હુમલો કરતાની સાથે જ આધેડ પુરુષ બેભાન થઇને જમીન ઉપર પટકાયો હતો. આ ઘટનાની સાથે જ લોકો એકઠાં થયા હતા. અને આ આધેડ પુરુષને સલામત સ્થળે લવાયો હતો. જોકે, આશરે અડધા કલાકનો સમય પસાર થતાં આ પુરુષ ભાનમાં આવ્યો હતો.