Gayatri Chauhan, Porbandar : કેસર કેરી સૌ કોઈને પ્રિય હોય છે. ઉનાળો શરૂ થતાં જ બજારમાં કેસર કેરીની આવક શરૂ થઈ જાય છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં કેસર કેરીની આવકનો પ્રારંભ થઈ જાય છે. તાલાળા પંથકમાં જે રીતે કેસર કેરીનું ઉત્પાદન થાય છે એ રીતે પોરબંદરનાં બરડામાં પણ કેસર કેરીનું સારૂ એવું ઉત્પાદન જોવા મળે છે.