પ્રતિશ શિલુ, પોરબંદરઃ પોરબંદર (Porbandar heavy rain) જિલ્લામાં છેલ્લા બે દિવસ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લામાં સાર્વત્રિક 5 ઈચ્છથી વધારે વરસાદ (Gujarat rain) ખાબકી ચૂક્યો છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે પોરબંદર નગરપાલિકાની (porbandar corporation) ગંભીર બેદરકારી સામે આવી હતી. અહીં એક વ્યક્તિ ઊંડા ખાડાનો અંદાજ લગાવી શક્યો નહીં અને તે સીધો જ ખાડામાં ખાબક્યો હતો. ત્યારબાદ તેણે મદદ માટે બૂમાબૂમ કરી મુકી હતી અને સ્થાનિક લોકોએ તેને બચાવવા માટે દોડી આવ્યા હતા. લોકોએ તેને બચાવી લીધો હતો.
મળતી માહિતી પ્રમાણે પોરબંદર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઇ કાલે જિલ્લામાં સાર્વત્રિક 2 થી લઈને 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો...ત્યારે આજે બીજા દિવસે પણ પોરબંદરમા એક ઇંચથી વધુ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. શહેરના વીરડી પ્લોટના નીચાણ વાળા વિસ્તારમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાવાના પ્રશ્ન સામે આવ્યો હતા.
પોરબંદર શહેરમા પડેલા વરસાદના કારણે વિરડી પ્લોટ વિસ્તારમા ઠેરઠેર પાણી ભરાતા સ્થાનિકોના ઘરમા પાણી ઘુસી ગયા હતા. પાણીનો કોઈ નિકાલ નહી થતા પાણી ઘરમા ઘુસતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વિરડી પ્લોટ વિસ્તારમા કેટલાક ઘરોમા વરસાદી પાણી ભરાવાના કારણે ઘરવખરી પલળી જતા નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો.
વિરડી પ્લોટ વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવામા આવતા આ વિસ્તારમા પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે,ત્યારે આ વર્ષે પણ આજ પરિસ્થિતિનુ નિર્માણ થયુ છે...આ વિસ્તારના સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે પોરબંદર છાંયા નગરપાલિકા દ્રારા આ વિસ્તારમા કચરાની યોગ્ય સફાઈ કરવામા ન આવતા નાલામા પાણી નિકાલ થઈ શકતો નથી જેના કારણે દર વર્ષે ચોમાસામા આજ પરિસ્થિતિનુ નિર્માણ થાય છે.
પોરબંદર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઇ કાલે જિલ્લામાં સાર્વત્રિક 2 થી લઈને 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારે આજે બીજા દિવસે પણ પોરબંદરમા એક ઇંચથી વધુ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. શહેરના વીરડી પ્લોટના નીચાણ વાળા વિસ્તારમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાવાના પ્રશ્ન સામે આવ્યો હતા.