Gayatri Chauhan, Porbandar: આગામી તા.30 માર્ચથી તા.3 એપ્રિલ સુધી યોજાનાર માધવપુરના ધેડના મેળામાં રાજ્ય સરકારના વિવિધ આયોજન મુજબ તૈયારીઓ થાય અને લોક સુવિધા મળી રહે અને વિશેષ કરીને આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન બાદ ભગવાન શ્રીકૃષ્ણ રૂક્ષ્મણી માતા સાથે દ્વારકા આવ્યા હતા. એ કથા પ્રસંગની ગરીમા ઉજાગર થાય તેવા વિશેષ પ્રયાસો અને સાંસ્કૃતિક કાર્યક્રમોના ભાગરૂપે દ્વારકામાં પણ તા.3 એપ્રિલના રોજ રથયાત્રાને રૂક્ષ્મણીજીનું સામૈયુ સહિતના કાર્યક્રમો થવાના છે.
ત્યારે માધવપુરના મધુવનમાં ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના લગ્ન બાદ તા.3 માર્ચના રોજ બાદ સવારે માધવરાયજીના મંદિરે પરણીને જાન જાય ત્યારે તેની સાથે સાથે માધવપુરથી એક રથ દ્વારકા જવા શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીની પ્રતિકૃતિ-વેશભૂષા સાથે માધવપુરથી ગામની બહાર નીકળશે. વાજતે ગાજતે માધવપુરના ગ્રામજનો મેળામાં આવેલા લોકો દ્વારકાધીશના દર્શન કરશે.