પોરબંદરમાં એક અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતક પરિવાર જૂનાગઢનો હોવાનું માલુમ પડ્યું છે. અકસ્માત આજે સવારે થયો હતો. હાલ પોરબંદર-દ્વારકા હાઇવેનું સમારકામ ચાલી રહ્યું હોવાથી રસ્તાઓ ઘણા ખરાબ થઈ ગયા છે. અકસ્માત થયો તે બોલેરો કાર રોડનું કન્સ્ટ્રક્શનનું કામ કરતી કંપનીની હોવાનું માલુમ પડ્યું છે.