Home » photogallery » porbandar » પોરબંદરઃ રાણાવાવ ખાતે સિમેન્ટ ફેક્ટરીની 45 ફૂટ ઉંચી ચીમનીના રિપેરિંગ કામ દરમિયાન દુર્ઘટના, 5-6 મજૂરો દટાયાની આશંકા

પોરબંદરઃ રાણાવાવ ખાતે સિમેન્ટ ફેક્ટરીની 45 ફૂટ ઉંચી ચીમનીના રિપેરિંગ કામ દરમિયાન દુર્ઘટના, 5-6 મજૂરો દટાયાની આશંકા

Ranavav cement factory accident: સિમેન્ટ ફેક્ટરીમાં આવેલી 45 ફૂટ ઊંચી ચીમનીમાં આજે ગુરુવારે બપોરે રિપેરીંગ કામ ચાલતું હતું. રિપેરિંગ કામ કરવા માટે ત્રાપા ટેકાનો માંચડો બનાવ્યો હતો. અને જોકે, આ માંચડો અચાનક ધડાકાભેર ધશી પડતાં રીપેરિંગ કામ કરતા પાંચથી છ મજૂરો દટાયા હોવાની માહિતી મળી રહી છે.

  • 15

    પોરબંદરઃ રાણાવાવ ખાતે સિમેન્ટ ફેક્ટરીની 45 ફૂટ ઉંચી ચીમનીના રિપેરિંગ કામ દરમિયાન દુર્ઘટના, 5-6 મજૂરો દટાયાની આશંકા

    પ્રિતેશ શિલુ,પોરબંદરઃ પોરબંદર જિલ્લામાં (porbandar news) આવેલા રાણાવાવમાં (Ranavav cement factory accident) એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં રાણાવાવા-આદિત્યાણામાં આવેલી સૌરાષ્ટ્ર સિમેન્ટ લી.માં (Saurashtra Cement Ltd.) ચીમનીમાં રીપેરિંગ કામ દરમિયાન ચીમની અંદર મૂકવામાં આવેલા ટેકા તૂટી (Accident during chimney repair work) પડ્યા હતા જેના કારણે પાંચથી છ મજૂરો દટાયા હતા આ અંગે જાણ થતાં તાત્કાલિક રાહત કાર્ય (rescue work) શરુ કરવામાં આવ્યું હતું. જ્યારે આ અંગે જાણ થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (chief minister vijay rupani) પોરબંદરના કલેક્ટર (Collector of Porbandar) સાથે ટેલિફોનિક વાતચીત કરીને ઝડપથી રાહત કાર્ય શરુ થાય તે માટે સૂચનાઓ પણ આપી હતી. અને રાહત કાર્ય માટે એનડીઆરએફની ટીમોને (NDRF team) પણ મોકલવાની સૂચના આપવામાં આવી હતી. આ દૂર્ઘટનામાં હજી સુધી કોઈ મોતના સમાચાર મળ્યા નથી.

    MORE
    GALLERIES

  • 25

    પોરબંદરઃ રાણાવાવ ખાતે સિમેન્ટ ફેક્ટરીની 45 ફૂટ ઉંચી ચીમનીના રિપેરિંગ કામ દરમિયાન દુર્ઘટના, 5-6 મજૂરો દટાયાની આશંકા

    મળતી માહિતીપ્રમાણે પોરબંદર નજીક આવેલા રાણાવાવ-આદિત્યાણામાં આવેલી સૌરાષ્ટ્ર સિમેન્ટ લી.ની હાથી સિમેન્ટ નામની સિમેન્ટ ફેક્ટરીમાં આવેલી 45 ફૂટ ઊંચી ચીમનીમાં આજે ગુરુવારે બપોરે રિપેરીંગ કામ ચાલતું હતું. રિપેરિંગ કામ કરવા માટે ત્રાપા ટેકાનો માંચડો બનાવ્યો હતો. અને જોકે, આ માંચડો અચાનક ધડાકાભેર ધશી પડતાં રીપેરિંગ કામ કરતા પાંચથી છ મજૂરો દટાયા હોવાની માહિતી મળી રહી છે.

    MORE
    GALLERIES

  • 35

    પોરબંદરઃ રાણાવાવ ખાતે સિમેન્ટ ફેક્ટરીની 45 ફૂટ ઉંચી ચીમનીના રિપેરિંગ કામ દરમિયાન દુર્ઘટના, 5-6 મજૂરો દટાયાની આશંકા

    વધુ મળતી માહિતી પ્રમાણે 45 ફૂટ ઉંચી ચીમનીમાં અંદરથી કલર અને રીપેરીંગ કામ કરવા માટે જે માચડો બનાવ્યો હતો એ માચડાના સૌથી ઉપરના ભાગની સ્ટેફોલ્ડીંગ તુટતા આખેઆખો માચડો ઘડાકાભેર અંદર પડ્યો હોવાનું લોકોમાં ચર્ચા થઈ રહી છે. અંદર પડેલા આ માચડાને ઉપાડવા માટે ફેકટરી પાસે કે રાણાવાવમાં કોઇ વિશાળ ક્રેઇન ન હોવાથી બહારથી ક્રેઇન મંગાવ્યાનું જાણવા મળે છે.

    MORE
    GALLERIES

  • 45

    પોરબંદરઃ રાણાવાવ ખાતે સિમેન્ટ ફેક્ટરીની 45 ફૂટ ઉંચી ચીમનીના રિપેરિંગ કામ દરમિયાન દુર્ઘટના, 5-6 મજૂરો દટાયાની આશંકા

    જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટનાથી મીડિયાને દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાની જાણ થતા રાણાવાવ પોલીસ ડીવાયએસપી, મામલતદાર, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયા છે. મોડી સાંજે પોરબંદર ક્લેકટર અશોક શર્મા અને એસપી ડો. રિવ મોહન સૈની પણ ઘટના સ્થળે જાત નિરીક્ષણ માટે દોડી ગયા છે.

    MORE
    GALLERIES

  • 55

    પોરબંદરઃ રાણાવાવ ખાતે સિમેન્ટ ફેક્ટરીની 45 ફૂટ ઉંચી ચીમનીના રિપેરિંગ કામ દરમિયાન દુર્ઘટના, 5-6 મજૂરો દટાયાની આશંકા

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદર જિલ્લામાં સિમેન્ટ ફેકટરીમાં થયેલી દુર્ઘટના અંગે જિલ્લા કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરીને આ દુર્ઘટનામાં બચાવ રાહત અને સત્વરે યોગ્ય સારવાર મળે તે માટે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા મદદ માટેની સૂચના આપી છે. મુખ્યમંત્રીએ એન.ડી.આર.એફ.ની 2 ટીમ પણ આ કામગીરીમાં મદદરૂપ થવા મોકલી આપવાની સંબંધિતોને સૂચના આપી છે.

    MORE
    GALLERIES